મંત્રી ગણપત વસાવાએ સરકારી ભરતી મામલે આપ્યા તપાસના આદેશ

1028
guj2312018-5.jpg

આદિવાસીના પ્રમાણપત્રોને મેળવીને અન્ય જ્ઞાતિ- વર્ગના યુવક- યુવતીઓ સરકારી નોકરીઓ મેળવી રહ્યાની વ્યાપક ફરિયાદોમાં જીપીએસસી પાસ ક્લાસ- વન અને ટુના ૧૮ ઓફિસરો શંકાના દાયરામાં હોવાનું બહાર આવ્યું છે. તેની ગંભીરતાને પગલે સરકારે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં એસટી ર્સિટફિકેટને આધારે રિઝર્વેશનના ક્વોટામાં નોકરી મેળવનારાઓ સામે તપાસના આદેશો આપ્યા છે. આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ શુક્રવારે મુખ્યમંત્રી કાર્યાલયના અગ્ર મુખ્ય સચિવ કે.કૈલાસનાથન, આદિજાતિ વિકાસ સચિવ રમેશચંદ્ર મીણા અને ગૃહ વિભાગના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પ્રારંભિક તપાસમાં વર્ષ ૨૦૧૪-૧૫માં જીપીએસસીએ ૪૦૦ ઓફિસરોની કરેલી ભરતીમાં એસટી કેટેગરીના ન હોવા છતાંયે આ જાતિના પ્રમાણપત્રોને આધારે રિઝર્વેશન ક્વોટામાં ૧૮ યુવક- યુવતીઓએ નોકરી મેળવ્યાનું બહાર આવ્યંુ છે. આ બેઠકમાં જ સરકારી નોકરીઓમાં બોગસ ર્સિટફિકેટને આધારે નોકરી મેળવનારાઓ સામે તપાસ માટે ફટાફટ ૧૪ ડીવાયએસપીને નિમણૂકો થઈ છે. પોલીસ તપાસ ઉપરાંત કમિશનરના અધ્યક્ષપદે વિશ્લેષણ કમિટી અને વિજિલન્સ પણ તપાસ કરશે. જેમણે બોગસ સર્ટીફિકેટથી નોકરી મેળવી છે તેવા યુવાનોથી માંડીને આવા પ્રમાણપત્રો કાઢી આપનારા અધિકારીઓ સામે પણ સરકાર ફોજદારી ગુનો નોંધીને નોકરીમાંથી જ તગેડી મૂકશે તેવું મનાય છે.

૪૦૦માં ૧૮ પકડાયા તો ૭૦ હજારમા કેટલા હશે ?
વિતેલા બે- અઢી વર્ષમાં ગુજરાત સરકારે ૭૦ હજારથી વધુ અધિકારી- કર્મચારીઓની ભરતી કરી છે. જો જીપીએસસી દ્વારા ભરતી થયેલા ૪૦૦ની ઓળખ અને પુરાવાની પ્રાથમિક તપાસમાં ૧૮ અધિકારીઓ બોગસ એસટી ર્સિટફિકેટ મેળવીને રિર્ઝવેશનનો લાભ લઈ ચૂક્યા હોય તો કોન્સ્ટેબલ, તલાટી, નાયબ મામલતદાર જેવી અસંખ્ય કેડરોમાં થયેલી ભરતીઓમાં આવા કેટલા બનાવટી આદિવાસીઓએ ઘૂસણખોરી કરી હશે ? તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું છે. ‘આદિવાસીઓના અધિકાર છીનવનારાને છોડીશું નહીં. બધી જ ભરતીઓમાં એસટી રિઝર્વેશન માટે ર્સિટફિકેટ રજૂ કરનારાઓની સાચી ઓળખ માટે વિશ્લેષણ સમિતિઓ તેમના પારિવારિક સ્ટેટ્‌સ અને પુરાવાઓની રૃબરૃ તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ રિઝલ્ટ બહાર આવશે’

Previous articleફિલ્મ ‘પદ્માવત’ને લઈ રાજ્ય વ્યાપી વિરોધ યથાવત્‌,૮૦૦થી વધુ બસના પૈડા થંભ્યા
Next articleઅમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર કુરૈશી ઝડપાયો