નારણભાઈ કાછડીયાને રાજુલા જાફરાબાદ ખાંભાતા બહુમત કોળી સમાજ આખરે પક્ષ પક્ષી છોડી રાષ્ટ્ર હિત માટે ખોબલે ખોબલે ભાજપ તરફી મતો આપી વી.એમ. છલકાવી દીધા નારણભાઈ તથા હિરાભાઈ સોલંકી સહિત કોળી સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતાં. રાજુલા જાફરાબાદ ખાંભાનો બહુમત કોળી સમાજ એક થઈને નારણભાઈ કાછડીયાને જંગીબ હુમતીથી જીતાડ્યા અને ખરા રાષ્ટ્ર પ્રેમી નરેન્દ્ર મોદીને ફરીવાર વડાપ્રધાન પદે જોવા કોળી સમાજના ગત ધારાસભાની ચૂંટણીમાં કાવા દાવા અને આંબા આંબલી બતાવી અંગ્રેજી નિતી અપનાવી ભાગલા તમે કરો પણ રાજ અમો કરીયેની વિદેશી નિતી કોળી સમાજના બે ભાગ કરાવી દીધેલનો કોળી સમાજ જે હિરાભાઈના એક હાંકલે હાજર થઈજતો પણ ગત ધારાસભાની ચૂંટણી જીતવા ભાઈ ભાઈને જુદા પડાવી કોંગ્રેસે જીત હાંકલ કરેલ પણ જનતાના કરોડો રૂપિયા મંજુર ભાજપ સરકાર દ્વારા જ કામો થતા હોય છે તેનો પ્રત્યક્ષ જનતાને અનુભવ થયો અને લોકસભાની ચૂંટણીની રાહે જનતા હતી જ કારણ હીરાભાઈ દ્વારા જનતાના રાજયના કે કેન્દ્રના કામો થાય છે અને સ્ટાર પ્રચારક હોય અને કોળી સમાજની અગત્યની બેઠકમાં કોળી સમાજ અગ્રણી ચેતનભાઈ શિયાળ, પુનાભાઈ ભીલ, મનુભાઈ વાંજા, નાજભાઈ બાંભણીયા, જાદવભાઈ, સરમણભાઈ બારૈયા, ચંદુભાઈ પટેલ વિજાણંદભાઈ વાઘેલા, છગનભાઈ મકવાણા, સુકરભાઈ અને દીધુભાઈ ધારાબંદર, પીઢ આગેવાન રાણાઆતા, શિવાભાઈ શિયાળ, રણછોડ મકવાણા, કમલેશભાઈ મકવાણા, હમીરભાઈ શિયાળની ટીમ શિયાળ બેટ હરેશભાઈ મકવાણા, ચંદુભાઈ વાંઢ, મીતીયાળા ખારવા સમાજ અગ્રણીઓ તેમજ કરણભાઈ બારૈયા સહિતને હિરાભાઈએ હાંકલ કરેલ કે રાષ્ટ્રના હિતનું વિચારતા હો તો નારણભાઈ કાછડીયાને જ જીતાડી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવી રાષ્ટ્રનું ગૌરવ વધારવાનું છે અને હિરાભાઈનો પડ્યો બોલ કોળી સમાજે હોશે હોશે જીલી લઈને નારણભાઈ કાછડીયાને ર લાખ ઉપરની જંગી લીડથી જીતાડી દીધા નારણભાઈએ તેમજ હિરાભાઈ સોલંકીએ તમામ રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયાથી છેક વિસળીયા વિક્રમભાઈ સહિત તમામ કોળી સમાજ અગ્રણીઓનો આભાર વ્યકત કર્યો હતો.