સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પીવાના પાણીની સ્થિતિ સારી છે : જલ્વીકાબેન ગોંડલીયા
ભાવનગર મહાપાલિકા વોટર વર્કસ કમિટિના ચેરપર્સન અને પાર્ટી દંડક જલવીકાબેન ગોંડલીયાએ સેવા સદન ખાતે અમારા ‘લોકસંસાર’ દૈનિકના પ્રતિનિધિ ભુપતભાઈ દાઠીયા સાથેની શહેરની પીવાના પાણીની સ્થીતિ મુદ્દે ટુંકમાં એવી વાત જણાવી હતી કે આખા સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં પીવાના પાણીની સ્થિતિ સારી હોવાનું સ્પષ્ટ મંતવ્ય વ્યકત કર્યુ હતું. તેમણે પીવાના પાણીની સમસ્યા મુદ્દે લોક ફરિયાદો હાલ કરવા તંત્ર જાગૃતિ પુર્વક કામગીરી કરી રહ્યાની બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
છેલ્લા બે દિવસથી તખ્તેશ્વર વોર્ડમાં લોકોને પાણી મળ્યુ નથી : પારૂલ ત્રિવેદી
છેલ્લા બે દિવસથી તખ્તેશ્વર વોર્ડ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી જ મળ્યું નથી. તેવી વાત વોટર વર્કસ તંત્ર પાસે કોંગીના નગરસેવિકા પારૂલ ત્રિવેદીએ ફરિયાદ કરી હતી.
કમિશ્નરે બોલ ફેંકીને ક્રિકેટ ટીમની રમત નિહાળી
તા. ર, જુને રાજકોટ મહાપાલિકા દ્વારા યોજાયેલ મેયર અને કમિશ્નર ક્રિકેટ ટીમની રમતમાં ભાવનગર મહાપાલીકા મેયર અને કમિશ્નર ટીમ ભાગ લેશે. કમિશ્નર ટીમે આ રમત માટે પ્રેકટીસ શરૂ કરેલ આવી પ્રેકટીસ વખતે ખુદ કમિશ્નર ગાંધી ગ્રાઉન્ડ ઉપર આવીને રમત જોઈ હતી અને કમિશ્નરે બોલ ફેંકીને ક્રિકેટ રમનારાઓને પ્રોત્સાહિત કર્યા હતાં. કમિશ્નર કમિશ્નર ટીમ વતિ રાજકોટ જશે જો કે મેયર ટીમ પણ આ માટે રાજકોટ જશે.
ફિલ્ટર પર પાણી માટે સેવકોની ટેન્કરો મોકલવાની વધુ ફરિયાદો
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની ફરિયાદો ઉઠી રહી છે. જે વિસ્તારમાં પાણી પુરવઠો ન મળ્યો હોય તેવા લત્તામાં ટેન્કરો મોકલવા સેવકો દ્વારા ફિલ્ટર પર નોંધણીઓ કરાવી છે. આજે ઘણા વિસ્તારોમાં સમયસર પાણીના ટેન્કરો નિયમીત ન જતા હોવાની ચર્ચાઓ કરાય રહી હતી. કોર્પોરેટરો દ્વારા પાણીના ટેન્કરો મકોલવાની નોંધણી કરાવી હોય તેમ સ્થળે તંત્ર ટેન્કરો મોકલાય રહ્યા છે.
ફાયર સેફટી અંગે તંત્રને સુચના આપતા મેયર મોરી
ભાવનગર મહાપાલિકા દ્વારા ફાયર સેફટી અંગે મેયર મનભા મોરીએ સુરતના બનાવ પછી આવી ઘટનાની ગંભીર નોંધ લઈને સેવા સદન તંત્રને કેટલીક જરૂરી સુચનાઓ આપી વ્યવસ્થા માટે તાકિદ કરાય છે. સેવા સદનની ૧૦ ટીમોએ ૮ર સ્થળોએ તપાસ કરી છે અને ટયુશન કલાસીસોને સીલો માર્યા છે. આ મુદ્દે તંત્રે જાગૃતિ પુર્વકની કામગીરી કરવાની સુચનાઓ આપી છે.
બાનુબાની વાડી માઢીયામાં પાણી પ્રશ્ને ઉકેલી લોક ફરિયાદો
કુંભારવાડા બાનુબેનની વાડી અને માઢીયા રોડ વિસ્તારમાં પીવાના પાણીની લોક ફરિયાદો ઉઠતા ભાજપના જાગૃત નગરસેવિકા ગીતાબેન બારૈયાએ તંત્રને સુચના આપી લોકોને સમયસર પાણી મળવા પ્રબંધ કરવાની વાત કરી છે.
છ માસથી અટકતું રોડનું કામ સેવિકાએ ઉપવાસ કરવા તંત્રને ચીમકી આપી
તખ્તેશ્વર વોર્ડમાં ગાંધી કોલોની વિદ્યાનગરમાં રોડ બનાવવાનું કામ છ માસથી અટકાવાતા આ કામ દિવસ પાઠમાં શરૂ નહીં થાય તો નગર સેવિકા પારૂલ ત્રિવેદી સેવા સદન સામે ઉપવાસ પર બસેવાની તંત્રને ચીમકી આપી છે. તેઓ કયારે ઉપવાસ પર બેસશે તેની કોઈ વાત તેમણે પત્રમાં કિધી નથી માત્ર કમિશ્નરને પત્ર લખ્યાની પ્રેસ યાદી મોકલી છે.
પાણીનો ઓચીંતાનો કાપ કેમ આવી પડ્યો : કૈલાસ ઝાલા
ભાવનગર વડવા અ વોર્ડના પુર્વનગર સેવિકા કૈલાસબેન ઝાલાએ સેવા સદન ખાતે જણાવ્યું હતું કે પાણીનો ઓચીંતોનો કાંપ કેમ આવી પડ્યો એમ કહીને ચેરપર્સન પાસે વિગત જણાવી હતી હવે પુર્વનગર સેવકો પણ પાણી પ્રશ્ને રજુઆત કરી રહ્યા છે.