ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરાશે

921
gandhi2512018-3.jpg

ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા. ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૭ના રોજ સવારના ૯ કલાકે મ્યુનિસિપલ ગ્રાઉન્ડ, મ્યુનિસિપલ બોયઝ અને ગર્લ્સ હાઇસ્કુલની પાછળ, દહેગામ ખાતે કરવામાં આવનાર છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલ રાષ્ટ્ર્‌ધ્વજ ફરકાવી સલામી આપશે. 
દહેગામ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં જિલ્લા કલેકટર સતીશ પટેલ સવારના ૯.૦૦ કલાકે રાષ્ટ્રઘ્‌વજ ફરકાવી સલામી આપશે. ત્યારબાદ સવારના ૯.૦૫ થી ૯.૪૫ કલાક દરમ્યાન કલેકટર ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ, સલામી કૂચ, કલેકટરનું ઉદૂબોઘન અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવશે. તે પછી સવારના ૯.૪૫ કલાક થી ૧૦.૫૦ કલાક દરમ્યાન વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોનું પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ, વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાનકર્તાઓનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અંતે સવારના ૧૦.૫૦ થી ૧૦.૫૫ દરમ્યાન રાષ્ટ્રગીતનું ગાન થશે. 
ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે થનાર છે. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીનું રિહર્સલ આજરોજ ગાંધીનગરના નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાની ઉપસ્થિતમાં યોજાયું હતું. 
નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજાએ બાળકો દ્વારા રજૂ કરવામાં આવનાર તમામ સાંસ્કૃતિક કૃતિઓને નિહાળી હતી. તે ઉપરાંત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કરવામાં આવેલી પદાધિકારીઓ, અધિકારીઓઅને નગરજનોની બેઠક વ્યવસ્થા, પાણીજેવી અનેક બાબતોનું બારીકાઇથી નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. 

Previous articleકોર્પોરેટર નાઝાભાઈએ પોતાના પગારની રકમ સરકારી શાળામાં શિક્ષણ માટે દાન આપી
Next articleગ્રીનસીટીમાં કોન્ટ્રાકટરની બેકાળજીથી જમીન ધસી – બે મજૂર દટાયા