અંબાજી ટ્રસ્ટમાં ખોટી રીતે એજન્સીના કામદારોની બદલી થતાં શ્રમ આયુક્તે નોટિસ ફટકારી

507

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મંદિર અને ટ્રસ્ટને બનાસકાંઠા મદદનીશ શ્રમ આયુક્તે નોટિસ ફટકારી છે. કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરતા કર્મચારીઓની ખોટી રીતે બદલીઓ કરતા નોટિસ ફટકારી હતી.

પવિત્ર યાત્રાધામ ટ્રસ્ટ અને મંદિરનો સમગ્ર વહીવટ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી થાય છે. જેમાં કર્મચારીઓના શોષણથી લઈને વહીવટી કામગીરીની અનેક ફરિયાદો ઉઠતી રહે છે. જેને પગલે મંદિર અને ટ્રસ્ટને નુકસાન થતું રહે છે. જ્યારે એજન્સીઓ દ્વારા કરાતી કામગીરીમાં ખોટી રીતે કર્મચારીની બદલી થતાં મદદનીશ અધિકારીએ નોટિસ ફટકારી છે. સાથે જ મંદિર ટ્રસ્ટને તાકીદ કરવા જણાવતાં ચકચાર મચી છે.

શ્રમ આયુક્તે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, અંબાજી ટ્રસ્ટમાં કામ કરતા કામદારો દ્વારા અમને વારંવાર ફરિયાદો મળી છે. જેને લઈને ૧ જાન્યુઆરીએ રૂબરૂ સ્થળ તપાસ કરતા કોન્ટ્રાક્ટ કંપની એ બી એન્ટરપ્રાઈઝને વિવિધ કાયદાકીય નોટિસ આપેલી છે. જેમાં કામદારોની વિવિધ માગોનું સામધાન થયેલું હતું. નોટિસમાં મંદિર ટ્રસ્ટમાં નોકરી કરતાં કામદારોને એજન્સી કે સંસ્થા ખોટી રીતે છૂટ્ટા કે ખોટી રીતે બદલી કરી શકશે નહીં. છતાં પણ જરૂર જણાય તો એક મહિના પહેલા નોટિસ અને નોકરીયાતને સ્પષ્ટ જવાબ સાથે કારણ યોગ્ય હોય તો બદલી કરી શકાશે. આઈ ડી એક્ટ ૧૯૪૭ અનુસાર આ ગંભીર ગુનો છે. જેને પગલે મામલો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્સમાં જઈ શકે છે.

વધુમાં તેમાં ઉમેરવામાં આવ્યું છે કે, આઉટ ર્સોસિંગ કરતી એજન્સીઓ ખોટી રીતે બદલી કે છૂટ્ટા કરવાનું થાય તો ટ્રસ્ટ અને વહિવટદારે જવાબદારી હોવાથી પૂરતી કાર્યવાહી કરશો.

Previous articleમુખ્ય સચિવ જે.એન.સિંઘને એક્સ્ટેન્શન મળે તો ચારIASના પ્રમોશન અટકી પડશે
Next articleબે હજારમાં ઈલેકટ્રીક વેરીફીકેશનના સર્ટી. વેચાય છે : કમાણીનો નવો ધંધો શરૂ