મહુવા ડીવીઝનના નાયબ પોલીસ અધીક્ષકની સુચના મુજબ તળાજા પોલીસ સ્ટેશનનાપોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ડી’સ્ટાફના એસ.વી.બોરીચા, ભાવેશભાઇ બારૈયા, કપિલભાઇ, તેજપાલસિહ, દિગ્વિજયસિહ પો.સ્ટે.વિસ્તારમા પ્રોહી /જુગાર અંગે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન બાતમી મળેલ કે પાવઠી ગામ ખોડીયાર નગર તળાવ પાસે બે ઇસમ વિદેશી દારૂ રાખી વેચાણ કરે છેે. જે હકિકતવાળી જગ્યા એ પ્રોહી રેઇડ કરતા મજકુર અતુલભાઇ જયંતિભાઇ બારૈયા રહે.તળાજા ગોપનાથ રોડ વાળો હાજર મળી આવેલ સદરહુ જગ્યાએ ઓરડી ની અંદર શેટી નીચે પેટી નંગ-૬ તથા સીમેન્ટની થેલી -૨ મળી આવેલ જેમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની સીલપેક બોટલ નંગ -૯૬ જેની કુલ કિ.રૂ. ૪૮૦૦૦/- નો મુદામાલ રાખી આરોપી અતુલભાઇ જયંતિભાઇ બારૈયા પકડાઇ જઇ તેમજ બાલો વીનુભાઇ વાઘેલા રહે.પાવઠી તા.તળાજા વાળો હાજર નહી મળી આવી મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ .ઇ,૮૧, ૧૧૬(બી), મુજબનો ગુન્હો રજી.કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.