શિક્ષણ ક્ષેત્રથી લઈ વિદ્યાર્થીઓમાં ઉત્તમ ગુણો અને ચારિત્ર્યના બીજ રોપતી નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાની શુભેચ્છા મુલાકાત ગુજરાત હાઉસીંગ બોર્ડ નિગમના ચેરમેન અને ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ પી. સરવૈયાએ લીધી હતી. હંમેશા વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવતા સારા કાર્યોની કદર કરીને પ્રોત્સાહન પુરૂ પાડતા મહેન્દ્રસિંહ સરવૈયાએ વિદ્યાપીઠને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાપીઠ દ્વારા થતા શૈક્ષણિક નૂતન અભિગમો જો દરેક જગ્યાએ થાય તો શિક્ષણમાં ઘણો સુધારો થઈ શકે છે તેમ જણાવ્યું હતું. નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાના સંચાલક ડો.દલપતભાઈ ડી. કાતરિયા અને રૈવતસિંહ પી. સરવૈયા સાથે શાળાના ટ્રસ્ટીગણ દ્વારા મહેન્દ્રસિંહ પી. સરવૈયાની સેવાકિય પ્રવૃત્તિને બિરદાવતા શબ્દરૂપી શુભેચ્છા સહ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા.