આજરોજ પાલિતાણા બી.આર.સી. ભવન મુકામે એસ.એસ.એ. ગુજરાત તેમજ ડી.પી.સી. ભાવનગર એચ.એચ.ચોધરીના સહયોગ અને પ્રેરક માર્ગદર્શનથી પાલિતાણા, ગારિયાધાર અને જેસર તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કાનની તકલીફ, આંખની તકલીફ, મગજનો લકવો તેમજ અસ્થી વિષયક વિકલાંગતા ધરાવતા બાળકોની તપાસ વિવિધ ડોકટરો દ્વારા કરવામાં આવી અને આગામી સમયમાં સરકાર તરફથી બાળકોની જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવશે. આ એસેસમેન્ટ કેમ્પમાં ૧પ૦ જેટલા દિવ્યાંગ બાળકોએ લાભ લીધેલ તેમજ આ કાર્યક્રમમાં ઘેટી પી.એચ.સી. કેન્દ્રના ડો.પી.એન. બારૈયા દ્વારા દિવ્યાંગ બાળકોની તપાસમાં મદદરૂપ થયા તેમજ જીલ્લા આઈ.ઈ.ડી.કો.ઓ. દેવેન્દ્રભાઈ વ્યાસ તેમજ ગારિયાધાર બી.આર.સી.કો.ઓ. ગીરીરાજસિંહ ગોહિલ અને જેસર બી.આર.સી.કો.ઓ. તુષારભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતાં. આ સમગ્ર કેમ્પને સફળ બનાવા માટે પાલિતાણા બી.આર.સી.કો.ઓ હાર્દિકભાઈ વી. ગોહેલ તથા સમગ્ર સીઆરસી કો ઓ તેમજ આઈ.ઈ.ડી. ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.