બોરતળાવ પાસે જુગાર રમતા છ ઝબ્બે

939
bvn2512018-8.jpg

શહેરના બોરતળાવની પાળ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા છ પત્તાબાઝને એલસીબી ટીમે પૂર્વ બાતમી રાહે રેડ કરી રોકડ, મોબાઈલ અને બાઈક સાથે ઝડપી લીધા હતા.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન પો.હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા તથા હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, બોરતળાવની પાળ પાસે, ભેખડ પાસે રેઇડ કરતાં જાહેરમાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં ભરતભાઇ ભુપતભાઇ માઘર ઉ.વ.૨૬, સાજીદભાઇ દાજીભાઇ ગલીયાણી ઉ.વ.૪૩,  નિલેષભાઇ નાનજીભાઇ મીઠાપરા ઉ.વ.૩૦, અજયસિંહ મહિપતસિંહ જાડેજા ઉ.વ.૩૭, ગૌતમભાઇ ઉકાભાઇ ચૌહાણ ઉ.વ. ૩૫, રાજેન્દ્દસિંહ હમીરજી રાણા ઉ.વ.૩૩ સહિત કુલ-૬ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૬,૩૮૦/-, મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૨૪,૦૦૦/-તથા મો.સા.-૪ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

Previous articleઆંતરસ્કુલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Next articleભાવનગરના સબ ઈન્સ્૫ેક્ટરને કાલે રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અપાશે