રાજુલા તાલુકાના વાવેરા ગામે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો જેમાં ભારત દેશની આઝાદી માટે અસલી હકદાર કોણ છે? તેવા પ્રસંગો વાપીથી ઉદ્યોગપતિ હકુભાઈ ધાખડા જે ઈતિહાસમાં પારંગત છે. તેણે વ્યકતત્વ રજુ કરતા જણાવ્યું કે જેણે રાષ્ટ્રની આ, બાન અને શાન અપાવી તેવા પ્રથમ વિર પુરૂષ કે જેણે અંગ્રેજોને હાકી કાઢવા યુધ્ધ લડવા આઝાદ હિન્દી ફોઝની રચના ૬૦ હજાર જવાનોમાં ર૪ હજાર જવાનો અંગ્રેજી સામે શહીદી વ્હોરી ત્યારે બ્રીટીશ હલ બલી ગયુ ત્યારે બ્રીટીશ પ્રાઈમીનીસ્ટર લોડ કલીમીટ એટલીએ આઝાદી માટે સાઈન કરી આઝાદી ભાગલા કરો અને રાજ કરો જેવી મળી તે પહેલા, આઝાદ, વિર ભગતસિંહ, સુખદેવ, રાજયગુરૂ જેવા અનેક શહીદ વિરોને કારણે આઝાદી મોંઘી મળી છે અને હવે લોકશાહી વિશે બોલતા કહ્યું કે લોકશાહી તો સાવ સસ્તી બનાવી દીધા છે. જેમ અંગ્રેઝોની નીતી હતી કે ભાગલા કરો અને રાજ કરો અને બે ભાઈઓને જુદા કરાવ્યા અને હિન્દુસ્તાન-પાકીસ્તાનના વેરાના બીજ કાયમ માટે રોપાણા તેમ આજના નેતાઓએ એ જ રીત અપનાવી પણ હિન્દુસ્તાનમાં વર્ગ વિગ્રહ કરાવી એક જ્ઞાતિને બીજી જ્ઞાતિઓ સાથે લડાવી રૂપિયા વસ્તુઓની ભેટ સોંગાદો આપી ભોળી જનતા ઉપર રાજ કરે છે. એટલે આઝાદી મોંઘી હતી અને લોકશાહી સસ્તી બની ગઈ છે અને તે આઝાદી માટે છેલ્લે છેલ્લે જુનાગઢ નાયબ પાકિસ્તાનની તૈયારી બતાવી ત્યારે બાબરીયાવાડ મોખરે રહી નાગેશ્રીના સુરીંગ બાપુ વરૂ, દરબાર અમરાવાળા વાઘણીયા, ઢેબરભાઈ રતુભાઈ અદાણી, શામળદાસ ગાંધી જેવા મહારથીઓએ કાયદેસર ફોજ ઉભી કરી જુનાગઢ સાથે લડી જુનાગઢ જીતીને એક રાષ્ટ્રને પ૬ર રજવાડાની સાથે જ આપી દીધું તેવા આઝાદી માટે ખપીજનારાઓ અને તે યોધ્ધાઓને સહયોગી બનેલ તેવા વાવેરા ગામના જ મામૈયા બાપુ ધાખડાને બધાય અરજી હુકમના લડવૈયાઓને ૧-૧ રાઈફલો આપવાની જવાબદારી સોપેલ તેમજ આ પ્રસંગે ડેપયુટી કલેકટરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમમાં સૌ હકુભાઈ ધાખડાની આઝાદીની સચોટ વાતોમાં કૃષ્ણકુમારસિંહજી સુધીના પાયાના પથ્થરોને છેક મદ્રાસ સુધી કેમ ધકેલી દેવાયા તે પણ આજ સુધી રહસ્ય છે અને તેના મદ્રોસના ગવર્નર તો બનાવ્યા પણ તાબડતોબ મદ્રાસ જવા રવાના થવાની શરતે અને ત્યાર બાદ રાજકોટ ખાતે પ૬ર રજવાડાનું વીલીકરણ થયું તેવી પાયાની આજાદીની વાતો સુંદર રીતે રજુ કરાઈ ત્યારે આ પ્રસંગે મામલતદાર કોરડીયા, હકુભાઈ ધાખડા વાપી, સરપંચ બિચ્છુભાઈ ધાખડા, હોનહાર ઉપસરપંચ કનુભાઈ ધાખડા, ડો. હાથીભાઈ ખુમાણ તેમજ તાલુકા પ્રમુખ વલ્કુભાઈ બોસ તાલુકા વિકાસ અધિકારી મહેતા સહિત મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી તેમજ તાલુકા સદસ્યઓની બહોળી સંખ્યામાં હાજર રહેલ.