અમિત શાહે ગૃહમંત્રી તરીકે સંભાળી જવાબદારી

438

મોદી સરકાર-૨માં ગૃહમંત્રી તરીકે અમિત શાહે આજે જવાબદારી સંભાળી લીધી હતી. તેમનું ભવ્ય સ્વાગત પણ ઓફિસની બહાર કરવામાં આવ્યું હતું. તેમની ઓફિસને જોરદારરીતે સજાવવામાં આવી હતી. નોર્થ બ્લોકમાં કેન્દ્રીય ગૃહસચિવ રાજીવ ગાબા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ શાહનું સ્વાગત કર્યું હતું. કાર્યભાર સંભાળી લીધા બાદ ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને કિશન રેડ્ડી અમિત શાહને મળ્યા હતા. ગૃહમંત્રીને વડાપ્રધાન બાદ મહત્વપૂર્ણ પદ તરીકે ગણવામાં આળે છે. મોદીએ આ પદ ભાજપના ચૂંટણી ચાણક્ય ગણાતા અમિત શાહને સોંપી દીધું છે. અમિત શાહે આ જવાબદારી સંભાળી લીધા બાદ મોદીનો પણ આભાર માન્યો હતો. અમિત શાહ પહેલા અગાઉની સરકારમાં આ જવાબદારી રાજનાથસિંહ સંભાળી રહ્યા હતા.

આ વખતે રાજનાથસિંહને સંરક્ષણ મંત્રાલયની મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. બીજી બાજુ હજુ સુધી સંરક્ષણ મંત્રાલય સંભાળી રહેલા નિર્મતા સીતારામનને નાણામંત્રી બનાવવામાં આવ્યા છે. હજુ સુધી નાણા મંત્રાલયની જવાબદારી અરુણ જેટલી પાસે હતી પરંતુ બિમારીના પરિણામ સ્વરુપે તેમને આ વખતે કોઇ મંત્રાલય લીધું નથી. અમિત શાહ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ગાળા દરમિયાન ત્યાં પણ ગૃહમંત્રી તરીકે રહી ચુક્યા છે. ભાજપ પ્રમુખ અમિત શાહે કાશ્મીરના મુદ્દા ઉપર સાફ શબ્દોમાં રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ કલમ ૩૭૦ અને ૩૫એના સંદર્ભમાં તરત નિર્ણય કરશે. નાગરિકતા સુધારા કાનૂન ભાજપ માટે ચૂંટણી મુદ્દો રહ્યો છે. શાહની ઉપસ્થિતિમાં આવા મુદ્દા ઉપર સરકારનું વલણ ખુબ રોચક રહેશે. અમિત શાહ કેબિનેટમાં સામેલ થયા બાદ ભાજપ પ્રમુખ કોણ બનશે તેને લઇને જોરદાર ચર્ચાઓ છે. જેપી નડ્ડા અને ભુપેન્દ્ર યાદવના નામ હાલમાં સૌથી આગળ દેખાઈ રહ્યા છે.

Previous articleઅમેરિકા : ગોળીબારમાં ૧૨ના મોત, અનેક ઘાયલ
Next articleલોકો પર હવે વધુ બોજ : LPG સિલિન્ડરની કિંમતમાં પણ વધારો