સિહોર તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ દેવગાણા કેન્દ્રવર્તી શાળામાં ઉજવાયો

820
bvn2812018-4.jpg

આજરોજ સિહોર તાલુકા કક્ષાનો કાર્યક્રમ સવારે ૯ કલાકે દેવગાણા કેન્દ્રવર્તી સ્કુલના મેદાનમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સિહોરના વરદ હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં રાજકીય આગેવાનો, ગ્રામજનો, આમંત્રિત મહેમાનો, સરકારી સ્ટાફ,પદાધિકારીઓ ,શાળાના બાળકોની ઉપસ્થિતમાં યોજાયેલ. જ્યારે સિહોર ખાતે ધ સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલીત એલ.ડી.મુનિ હાઇસ્કૂલ અને જે.જે.મહેતા વિવિધલક્ષી ગર્લ હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એલ.ડી.મુનિ.હાઇસ્કૂલના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ નવીનચન્દ્ર મહેતા( બાબા કાકા)ના અદ્યક્ષતામાં યોજાયેલ જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી શાળા પરિવારના ટ્રસ્ટીઓ અને આમંત્રિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધેલ.

Previous articleપાલિતાણા તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વિરપુર પ્રા.શાળામાં ઉજવાયો
Next articleપાલિતાણા એજયુકેશન સોસાયટી દ્વારા મહિલા કોલેજ ખાતે ધ્વજવંદન કરાયું