વ્યાજદરમાં વધુ ઘટાડો થાય તેવી વકી : લોન વધારે સસ્તી

481

આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય પોલિસી સમીક્ષાની બેઠકને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. ગુરુવારના દિવસે પોલિસી રેટના સંદર્ભમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. નાણાંકીય વર્ષ ૨૦૨૦ની તેની બીજી દ્વિમાસિક પોલિસી સમીક્ષામાં વ્યાજદરના સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. મોટાભાગના કારોબારીઓ અને બજાર સાથે જોડાયેલા લોકોનો મત છે કે, સામાન્ય ચૂંટમીમાં એનડીએની પ્રચંડ જીત થયા બાદ વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો કરવામાં આવશે. ઉપરાંત ચોથા ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા જારી કરવામાં આવી ચુક્યા છે જે દર્શાવે છે કે, હાલમાં મંદીનો માહોલ રહેલો છે. એણપીસીની બેઠકમાં આ બાબતની ખાતરી કરવામાં આવશે  હાલમાં વ્યાજદરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ બેંકોએસામાન્ય લોકોને આપ્યો છે કેમ. જો વ્યાજદરમાં ફરી ઘટાડો કરવામાં આવશે તો બેંક, ઓટો અને રિયાલીટીના શેરમાં તેજી આવી શકે છે. કારણ કે, લોન વધુ સસ્તી થશે અને લોકો ઓટો અને રિયાલીટીના શેર તરફ ફરી એકવાર આકર્ષિત થઇ શકે છે. હાલમાં રેટમાં બે વખત ઘટાડો કરવામાં આવી ચુક્યો છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૬ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleFPI દ્વારા મે મહિનામાં કુલ ૯,૦૩૧ કરોડ ઠલવાયા