સિહોર તાલુકાના દેવગાણા ગામે બે વર્ષ પુર્વ રાજપુત શખ્સ પર ફાયરીંગ કરી ઈજા પહોંચાડવાના ગુન્હામાં ફરાર બે ઈસમોને ચોટીલા પોલીસે ઝડપી લીધા છે.
પ્રાપ્ત વિગત મુજબ સિહોરના દેવગાણા ગામે રહેતા દડુભાઈ હરીભાઈ ચૌહાણકારડીયા રાજપુત સાથે ર૦૧૬ જાન્યુઆરીમાં આરોપી જોગીભાઈ નાથાભાઈ બોરાણા અને પપ્પુ કસ્તુરભાઈ સોવાસીયા રે. નિનામા ગઢ વાળા તા. સાયલા જી. સુરેન્દ્રનગર વાળાએ ઘરમાં ધુસી તમચા વડે ફાયરીંગ કરી દડુભાઈને ગંભીર ઈજા પહોંચાડ્યાની સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ગુન્હામાં બે વર્ષથીફરાર ઉપરોકત બન્ને આરોપીને ચોટીલા પોલીસ ટીમે નેશનલ હાઈવે પરથી તમંચા સાથે ઝડપી લીધા હતાં.