દારૂનાં ગુનાનાં ફરાર આરોપીને ઝડપી લેતી બોટાદ એલસીબી       

502

બોટાદ એલસીબી પી.આઇ. એચ.આર.ગોસ્વામી, તથા સ્ટાફના લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, રામદેવસિંહ દેવુભા- મોરી, જયપાલસિંહ અનિરૂધ્ધસિહ ચુડાસમા નાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હોય તે દરમ્યાન  પો.હે.કોન્સ. લક્ષ્મણદેવસિંહ પ્રવિણસિંહ ચુડાસમા નાઓને ચોક્કસ બાતમી મળેલ કે  પાળીયાદ પોલીસ સ્ટેશન પ્રોહી  ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અમીતકુમાર ઉર્ફે અલી બરકતઅલી ઘેસાણી રહે.સુરેન્દ્રનગર વાળો બોટાદ થી સાળંગપુર જવાના રોડથી ખસ ચોકડી તરફ જવાના રોડે નીકળનાર છે જે આધારે ખસ સાળંગપુર રોડ ખસ જવાના રસ્તે વોચ ગોઠવી ઉપરોક્ત આરોપી અમીતકુમાર ઉર્ફે અલી બરકતઅલી ઘેસાણી રે. સ્ટેશન રોડ, સુરેન્દ્રનગર વાળો નીકળતા મજકુર ઇસમને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી ગુન્હાના કામે આગળની કાર્યવાહી માટે પાળીયાદ પો.સ્ટે ખાતે સોંપી આપેલ છે.

Previous articleતાલુકા ફરિયાદ અને સંકલન સમિતિનાં સભ્યપદે દિલિપ જોશીની નિયુક્તિ
Next articleરાજુલામાં ૭૦ વર્ષ જુના કચરાનાં ઢગલાંને હટાવાતા લોકમાં રાહત