હમણા-હમણા રાજુલા-જાફરાબાદમાં કંપનીઓ દ્વારા પબ્લીક હેરીંગ લોક સુનાવણી થઈ. જેમાં એક પ્રશ્ન ચગ્યો કે જે તે વિસ્તારમાં જે તે કંપનીઓ આવે ત્યાં લાયકાત ધરાવતા ૮પ ટકા યુવાનોને (સરકારી પરિપત્ર મુજબ) નોકરીએ રાખવા સારૂ હોબાળો બોલી ગયો જેની હજુ સાઈ પણ સુકાઈ નથી ત્યાં પીપાવાવની મહાકાય (લોજીક્ષ પાર્ક) કંપનીમાં ભેરાઈ, દેવપરા ગામના ૩૦ જેટલા લેબરોને ઓચિંતા છુટા કરી દેવાતા ભેરાઈ ગામના સરપંચ બાઉભાઈ રામ તેમજ દેવપરા ગામના ગૌતમભાઈ ગુજરીયા દ્વારા કંપનીની દાદાગીરી સામે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગેથી લઈ જલદ રસ્તા રોકો આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. શરૂઆતથી જ આ ૩૦ જેટલા લેબરોનો નોકરીએ રાખ્યા ત્યાર પછી તેણે પગાર બાબતે લુચ્ચાઈથી અન્ય કંપનીના નામે એટલે એલસીએલ કંપનીના નામે ર૦૧૭ સુધી પગાર આવતો ત્યાર પછી બીજી રમત શરૂ કરી પગાર છેલ્લા ર મહિનાથી ફર્યો જે ઈ-સેન્ટ્રીક સોલ્યુશન કંપનીના નામે આવતો આ બાબતે ઓફિસમાં રજૂઆત કરેલ તો કોઈએ જવાબ ન આપ્યો અને વાત મુદ્દાની છેતરપીંડીની હવે શરૂ થાય છે. આજથી ત્રણ મહિના પહેલા પીએફના નામે અમારી પાસેથી પુરા ડોક્યુમેન્ટ લઈ સાઈન કરાવી લીધેલ છે. આ બાબતે અમોને કોઈ જાણકારી કરેલ નહીં અને છેતરપીંડી કરી અને કાયમી ધોરણે નોકરીને બદલે ૯-૯ વર્ષે કોન્ટ્રાક્ટમાં નાખી દીધેલ અને જેનો સખત વિરોધ કર્યો અને આગલા મહિનાનો પગાર એલસીએલમાં નાખી દેવા જણાવ્યું તો વાતનો ઉડાઉ જવાબ આપી કાયદેસર દાદાગીરીથી કામદારો સાથે તોછડાઈભર્યુ વર્તન કરી કંપનીના રૂલ્સ પ્રમાણે ક્યાય રાખ્યા જ નથી અને પીએફથી પણ અમોને લીગલી ક્યાંય રાખ્યા નથી આવી છેતરપીંડી કરતી કંપની સામે સમસ્ત બાબરીયાવાડમાં ખળભળાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં તમામ લેબરો સાથે ગામ આગેવાનો જોડાઈને ગાંધી ચિંધ્યા માર્ગેથી લઈ રસ્તા રોકો આંદોલનની તૈયારીઓ કરી રહ્યાં છે.