તગડી પાસે કાર અને આયશરનો અકસ્માત : ૧નું મોત, ૧ ગંભીર

1073
guj2812018-5.jpg

ધંધુકા બરવાળા હાઈવેના તગડી ગામ પાસે કાર અને  આયશર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.જયારે અન્ય એકને ગંભીર ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તને ધંધુકા ૧૦ઠના પાયલોટ હરેશભાઈ તથા ઈએમટી હર્ષદ મુલાણી દ્વારા સારવાર આર.એમ.એસ. હોસ્પિટલે ખસેડાયેલ.
ધંધુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે આયશર ગાડી નં. જી.જે.૪ એટી ૮ર૬રના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલતાઈપુર્વકથી સામેથી આવી રહેલ હુન્ડાઈ કાર નં. જી.જે.પ સીકયુ ૪૬પ૩ના સાથે ધડાકાભેર અથડાતા કારમાં બેઠેલ વિનુભાઈ પરષોત્તમભાઈ પરમાર ગંભીર રીતે ઈજાઓ થતાં ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. જયારે કિશનભાઈને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
આ અકસ્માત ઘટના અંગે ધંધુકા પોલીસમાં પ્રવિણભાઈ ભકિતરામભાઈ નિમાવત (સાધુ) રહે. અકાળાગામ તા. લાઠી જિ. અમરેલીનાએ ફરિયાદ નોંધાવેલ છે જે અન્વયે અકસ્માત સર્જી કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ મરનાર વિનુભાઈ પરમારનું પી.એમ. ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલ ત્યારબાદ મૃતદેહને તેમના પરિવારને સોપવામાં આવેલ આ ઘટના અંગે વધુ તપાસ ધંધુકા પી.એસ.આઈ. આર.એમ. રાઠોડ ચલાવી રહ્યા છે. 

Previous articleશેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં પ્રવેશ દ્વારાનું લોકાપર્ણ કરાયું
Next articleબોટાદ ખાતે જીલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજયના પશુપાલનમંત્રીના હસ્તે ધ્વજવંદન કરાયું