અંધઉદ્યોગ શાળા ખાતે ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

735
bvn2812018-14.jpg

શહેરની જાણીતી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટાંગણમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં વિશિષ્ટ શિક્ષકોની ખાસ ઉપસ્થિતિમાં ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કૃષ્ણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ પીતરામજી શર્માએ ધ્વજારોહણ કરાવ્યું હતુ. જ્યારે મુખ્ય મહેમાન પદે ક્રિષ્ણા ફાઉન્ડેશનનાં સ્થાપક જુગલભાઈ ભાટિયા  તથા સતિષભાઈ ગોયલજી, બીપનભાઈ શર્મા અને લાયન મહેશભાઈ દવે  ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે સંસ્થાના સીઈઓ લાભુભાઈ સોનાણીએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે મહેમાનોનું સ્વાગત સંસ્થાના માનદ્‌ મંત્રી મહેશભાઈ સી. પાઠકે કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને દેશ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન નીતાબેન રૈયાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ  હસમુખભાઈ ધોરડાએ કરી હતી.

Previous articleએન.એસ.યુ.આઈ.ના પ્રભારીની ઉપસ્થિતિમાં કારોબારી યોજાઈ
Next article૧૯માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભાવનગર જિલ્લા કક્ષાની ઉજવણી યુનિ. કોર્ટ હોલમાં કરાઈ