કાર્તિક આર્યન સાથે ફિલ્મ મળતા અનન્યા પાન્ડે ખુશ

814

છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન કોઇને કોઇ કારણસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પોતાની ફિલ્મ લુકાછિપીના કારણે કાર્તિક ભારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. હવે એવા હેવાલ આવ્યા છે કે વિતેલા વર્ષોની સુપરહિટ ફિલ્મ અને સંજીવ કુમાર અભિનિત ફિલ્મ પતિ પત્નિ ઔર વોમાં કાર્તિક નજરે પડનાર છે. આ ફિલ્મની રીમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. પહેલા હેવાલ આવ્યા હતા કે તાપ્સીને ફિલ્મમાં લેવામાં આવનાર છે. જો કે છેલ્લી ઘડીએ કોઇને વાત કર્યા વગર તાપ્સીને પડતી મુકી દેવામાં આવી હતી. હવે આ ફિલ્મના કલાકારો નક્કી કરી લેવામાં આવ્યા  છે. હવે કાર્તિકની સાથે ફિલ્મમાં ભૂમિ અને અનન્યા પાન્ડેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે ભૂમિ કાર્તિકની પત્નિ તરીકે ફિલ્મમાં કામ કરી રહી છે. જ્યારે અનન્યા પાન્ડે પ્રેમિકા તરીકે ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. ફિલ્મનુ નિર્દેશનનુ કામ મુદ્દાસીર હાથ ધરનાર છે. ફિલ્મની પટકથા સંપૂર્ણપણે તૈયાર કરી લેવામાં આવી છે. ભૂમિ અને અનન્યા પાન્ડે ફિલ્મને લઇને ભારે આશાવાદી છે. કાર્તિક હાલના સમયમાં બોલિવુડમાં સૌથી લોકપ્રિય યુવા સ્ટાર તરીકે ઉભરી ચુક્યો છે. યુવા પેઢીની દરેક અભિનેત્રી તેની સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. જેમાં સારા અલી ખાન પણ સામેલ છે. સારાએ હાલમાં એક કાર્યક્રમમાં પોતાની આ ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે અનન્યા પાન્ડેને સારા કરતા પહેલા કાર્તિક સાથે ફિલ્મ મળી જતા તે ખુશ છે.

Previous articleમેન્ટલ હે ક્યાં ફિલ્મને લઇને કંગના રાણાવત ખુબ ખુશ છે
Next articleસ્ટાર એમી જેક્સન હજુ પણ વર્કઆઉટ કરે છે