વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

712
bvn2812018-28.jpg

વીર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાવનગર અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા નવાપરા ખાતે પ્રજાસત્તાક પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગણમાન્ય હસ્તીઓ, અધિકારીગણની બહોળી હાજરી રહેવા પામી હતી.
૬૯માં પ્રજાસત્તાક દિનની ઉજવણી અન્વયે શહેરના નવાપરા ખાતે આવેલ ટેકનીકલ સ્કુલ પાસે વીર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાવનગર, હેપ્પી ક્લબ-કાળાનાળા તથા મિડીયા પાર્ટનરના સંયુક્ત ઉપક્રમે ધ્વજવંદના, રક્તદાન કેમ્પ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી બ્રકર્સવાળા કુલદિપસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તથા નવાપરા શાળા નં.૩૦ ખાતે પોલીટેકનિક સ્કુલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સર ટી. હોસ્પિટલ બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. આ પ્રસંગે મેયર નિમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી, શહેર પ્રમુખ સનતભાઈ મોદી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી, મહાપાલિકા વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષી નેતા ભરતભાઈ બુધેલીયા, સીટી ડીવાયએસપી મનિષ ઠાકર, જેલ સુપ્રિટેન્ડન્ટ એ.આઈ. શેખ, પી.આઈ. કે.સી. ઝાલા, સી ડીવી., એ.ડીવી. પીઆઈ કે.જે. રાણા, શેખ, ખુજેનભાઈ જમાલી, મમુભાઈ ફરિશ્તા, ફારૂકભાઈ ગુંદીગરા, વીર ચેરી. ટ્રસ્ટના મુન્તઝીર ઘીવાલા, દિલીપસિંહ ગોહિલ, જીગર માણેક, ઈબ્રાહીમ સરવૈયા, સફીભાઈ સૈયદ, આસીફ પાંચા, હુસૈનભાઈ સૈયદ, હેપ્પી ક્લબના સફવાનઅલી સૈયદ, કલ્પેશ પારેખ, પિયુષ બારૈયા, કપીલ રાવળ, વિનુ ભીમાણી, મનોજ ગોહેલ, વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈદ્રીશભાઈ સોલંકી, ‘લોકસંસાર’ દૈનિકના મેનેજીંગ તંત્રી સાજીદભાઈ સીદાતર સહિતના અગ્રણીઓ ઉપરાંત મોટીસંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા.

Previous articleકલાપથ સંસ્થાને છત્તીસગઢમાં બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ મળ્યો
Next articleસંસદિય સચિવોની નિમણૂંક રોકવા શક્તિસિંહ ગોહિલનો ગર્વનરને પત્ર