પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર પાંચ વર્ષ પુરા નહી કરેઃ ભાજપ

533

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે જામેલા જંગની વચ્ચે પશ્ચિમ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ છે કે, મમતા સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો નહી કરી શકે.તેમના કહેવા પ્રમાણે મમતાની પાર્ટીમાં ઘણા નેતાઓને અસંતોષ છે. પાર્ટીના મોટા નેતાઓને એ વાતનો ડર છે કે, મમતાનો ભત્રીજો અભિષેક આગામી સમયમાં મમતાનો ઉત્તરાધિકારી બની જશે. આ સ્થિતિ પાર્ટીના મોટા કદના નેતાઓને પસંદ નથી. આ નેતાઓ ગમે ત્યારે પાર્ટી છોડી શકે છે.એક અખબાર સાથેની વાતચીતમાં કૈલાસ વિજયવર્ગીયે કહ્યુ હતુ કે, લોકસભા ચૂંટણી બાદ જીતની ઉજવણી કરતા ભાજપના કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે. ત્રણ ભાજપ કાર્યકરોની હત્યા કરી દેવાઈ છે. મમતા બેનર્જીને જય શ્રી રામનો નારો પણ ગાળ લાગી રહ્યો છે.તેમને પશ્ચિમ બંગાળની જનતા સબક શીખવાડશે.તેમણે કહ્યુ હતુ કે, મમતા બેનરજીને બહારના રાજ્યના લોકો પશ્ચિમ બંગાળમાં અશાંતિ ફેલાવતા હોય તેવુ લાગે છે પણ જે ખરેખર ઘૂસણખોરો છે.

અને બહારના છે તેમનાથી મમતાને કોઈ તકલીફ નથી.૧.૫ કરોડ બાંગ્લાદેશીઓ અહીંયા ગેરકાયદે રહી રહ્યા છે અને તેમને સરકાર સુરક્ષા પૂરી પાડી રહી છે.

જોકે, હવે સ્થાનિક લોકો ઘૂસણખોરોના વિરોધમાં છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ઘણી ખરાબ છે. ભાજપ સરકાર આવશે તો સૌથી પહેલુ કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાનુ કરશે.

Previous articleજમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની સીટોના સીમાંકન પર કામગીરી
Next articleસપા-બસપા ગઠબંધન પર બ્રેક