રાજુલા નગરપાલિકામાં ૧૪ સભ્યો ઘરભેગા થતા સ્થાનિક રાજકારણમાં ગર આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ તેની તરફ પ્રજાની મીટ બંધાઇ હતી.
આ બાબતે ચીફ ઓફીસર નાસીતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં પ્રમુખ તરીકે કાંતાબેન કિશોરભાઇ ધાંખડા ઉપપ્રમુખ તરીકે કનુભાઇ ધાંખડા સત્તારૂઢ થયા હતા. ૧૩ સભ્યો હાજર રહ્યા હતા. એક ભાજપના સભ્ય ગેરહાજર રહ્યા હતા. બ્રહ્મસમાજ કે પ્રજાપતિ સમાજને પ્રમુખપદ મળે તેવી આશા હતી પણ દલિત સમાજને ઘણાં વર્ષો બાદ પ્રતિનિધિત્વ મળ્યુ ંહતું. આ બાબતે ધારાસભ્ય અમરીશ ડેર, પ્રમુખ કાંતાબેન કિશોરભાઇ ધાંખડા, ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડાએ જણાવ્યું હતું. કે પાણી રસ્તા વેરા વસુલાત સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવશે અને ૧૪ સભ્યો સસ્પેન્ડ થયા છે તેમાં ૪ સભ્યો અમારી સાથે છે જેનો સ્ટે મેળવવામાં અમે કાર્યવાહી કરશું અને તેમાં સફળતા ન મળે તો ચૂંટણી લડી લઇ જીતવાની તૈયારી છે.