ગુજરાત નાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગામે-ગામ પાણીનો સંગ્રહ કરવા માટે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત તળાવ ખોદવાની કામગીરી નું શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં લાઠી તાલુકામાં ભષ્ટચાર પુરેપુરો કરવામાં આવી રર્હો હોય તેવું લોક મુખેથી ચર્ચાઇ રહું છે.
જેમાં ગુજરાતમાં પાણીની અછતને લઇને ગુજરાત સરકાર દ્વારા સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત તળાવ ખોદવાની યોજના બનાવવા માં આવી હતી. જેમાં ગામડે ગામડે પાણી સંગ્રહ કરવા માટે ઉંડા તળાવો ખોદવામા આવ્યા હતા તેના જ ભાગ રૂપે અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના છેવાડાના ગામો માં નાના રાજકોટ પીપળવા આબરડી જેવાં અનેક વિસ્તારોમાં સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત તળાવ ખોદવામાં આવ્યું હતું.જે હાલ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહું છે. આજ દિન સુધી એ તળાવ કોઈ પણ કામમાં ઉપયોગ માં આવ્યું નથીં અને હાલ પણ કોઇ પાણી નો સંગ્રહ જોવાં મળી રહો નથી .ઉલ્લેખનીય છે કે આ સુજલામ્ સુફલામ્ યોજના ફક્ત કોન્ટ્રાક્ટર અને ઉદ્યોગપતિઓ અને અમરેલી જીલ્લા મોટાં વંગ ધરાવતાં રાજકીય નેતા ઓ નાં ફાયદા માટે બનાવવામાં આવી રહું હોય તેવું લાગી રહ્યું છે સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત ખોદવામાં આવેલ તળાવની સંપુર્ણ માટી નિયમો અનુસાર ગામનાં વિકાસ તથા ખેડૂતોનાં કામોમાં લગાવવાની હોય છે. પરંતુ હાલ સમ્રગ લાઠી તાલુકા માંથી જેટલી પણ જગ્યાએ સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ ખોદવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માટી ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો રાજકીય નેતા ઓ ને અંદરખાને આપી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ સુજલામ્ સુફલામ્ યોજના સંપુર્ણ રીતે શોભાના ગાંઠિયા સમાન જોવાં મળી રહીં છે. ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો દ્વારા માટી ચોરી માટે આ યોજના બનાવવામાં આવી હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.