યામી ગૌતમ રિતિક રોશન સાથે ફરી કામ કરવા તૈયાર

667

રિતિક રોશન અભિનિતિ ફિલ્મ  કાબિલ આજથી ચીનમાં રજૂ કરવામાં આવી ચુકી છે. ચીનમાં ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા યામી ગૌતમ અને રિતિક રોશન ચીન પહોંચ્યા હતા અને ફિલ્મના પ્રમોશનમાં વ્યસત દેખાયા હતા. ફિલ્મની રજૂઆતને ખુબ સમય થયો છે ત્યારે ફિલ્મ હવે ચીનમાં રજૂ કરવામાં આવી છે. ઉંરી ફિલ્મમાં વિકી કોશલ સાથે કામ કર્યા બાદ યામી લોકપ્રિયતા મેળવી રહી છે. તે હવે ફરી રિતિક રોશન સાથે કામ કરવા માટે ઇચ્છુક છે.કાબિલમાં અંધ યુવતિની શાનદાર ભૂમિકા અદા કરીને ચારેય બાજુ ભારે પ્રશંસા મેળવનાર યામી ગૌતમ પાસે અન્ય કેટલાક પ્રોજેક્ટો પણ રહેલા છે. તે બોલિવુડની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મોમાં કરવાને લઇને કોઇ ખચકાટ અનુભવ કરતી નથી. તેનુ કહેવુ છે કે તે બોલિવુડમાં સારી અને મોટી ભૂમિકા ધરાવતી ફિલ્મો કરવા માટે ઇચ્છુક છે. યામી ગૌતમે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત વિકી ડોનર ફિલ્મ મારફતે કરી હતી.પરંતુ ત્યારબાદ તેને અપેક્ષિત સફળતા મળી ન હતી. તેની કાબિલ ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે નજરે પડી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. યામી ગૌતમ પોતાની મોટા ભાગની ફિલ્મોમાં ખુબસુરત સ્વીટ ગર્લ તરીકે રજૂ થઇ છે. યામી કહે છે કે તે કોઇ બાંધછોડ કરીને રોલ કરવા માટે તૈયાર નથી. તેનુ કહેવુ છે કે સરકાર-૩ ફિલ્મમાં ગ્રે રોલમાં કામ કરી ચુકી છે.  તેનુ કહેવુ છે કે તે એવા રોલ કરવા માટે ઇચ્છુક છે જે એક કલાકારને કરવા માટે પડકાર ફેંકે છે. તેનુ કહેવુ છે કે આધુનિક સમયમાં વર્સેટાઇલ હોવાની બાબત ખુબ જરૂરી છે. કારણ કે દરેક વ્યક્તિ એક એક પ્રકારના રોલ જોઇને બોર થઇ જાય છે.તે બોલિવુડમાં મોટા સ્ટાર સાથે કામ કરવાને લઇને આશાવાદી છે.

Previous articleભારતના પ્રિમિયરમાં પોતાના લુક પર સ્ટાર મૌની રોય ટ્રોલ
Next articleઉર્વશી કોરિયોગ્રાફી પણ ઘણા સમયથી કરી રહી છે