સલમાન ખાનની ફિલ્મની પ્રથમ દિને બંપર કમાણી

626

બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારત ધારણા પ્રમાણે જ બંપર ઓપનિંગ કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ ૪૧ કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. ઇદના દિવસે ગઇકાલે આ ફિલ્મને રજૂ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મ નવી સફળતા હાંસલ કરી રહી છે. ચાહકોને ભાઇની ફિલ્મનો ભારે ઇન્તજાર હતો. આનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે ફિલ્મે પ્રથમ દિવસે ડ ૪૧ કરોડની કમાણી કરી  લીધી છે. સિનેમાઘરમાં પ્રથમ દિવસે ફિલ્મ હાઉસફુલ રહી હતી. ઇદના દિવસે ફિલ્મ રજૂ કરવામાં આવી હોવાના કારણે ફિલ્મને મોટી સફળતા હાંસલ થઇ છે. ઇદના દિવસે રજાનો માહોલ હતો. હવે આ ફિલ્મ કેટલી કમાણી કરે છે તે બાબત મહત્વપૂર્ણ રહેશે. આ ફિલ્મ ઓપનિંગમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. જ્યારે સલમાન ખાનની સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. ચોક્કસપણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ગઇકાલે હોવાના કારણે તેને કેટલાક અંશે નુકસાન પણ થયુ છે. જો ગઇકાલે મેચ રહી ન હોત તો આંકડો વધારે પહોંચી ગયો હોત. સલમાન ખાનના સ્ટાર પાવરના કારણે ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચી ગયા છે. સલમાન ખાનની આ ૧૪મી બંપર  ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ ફિલ્મ  દિલ્હી, ઉત્તરપ્રદેશ, બિહાર અન અન્ય  રાજ્યોમાં શાનદાર પ્રતિસાદ મેળવી રહી છે. આગામી દિવસોમાં ફિલ્મ વધારે કમાણી કરે તેવી શક્યતા છે. સલમાન ખાન હાલમાં બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી રહી છે. પરિવારની સાથે પોતાના જન્મદિવસ મનાવતી વેળા ફિલ્મ ફ્લેશબેકમાં જતી રહે છે. જે વર્ષ ૧૯૪૭ના ત્રાસદીનો સમય છે. ફિલ્મમાં તેની સાથે કેટરીના કેફ પણ શાનદાર રોલ કરી ગઇ છે.

 

Previous articleખુબસુરત ચિત્રાંગદા આઇટમ સોંગની વધુ ઓફરો કરાઇ છે
Next articleતીવ્ર વેચવાલીની વચ્ચે સેંસેક્સ ૫૫૩ પોઇન્ટ ઘટીને બંધ રહ્યો