બજેટ અંગેના સૂચનો પર હું પોતે ધ્યાન આપું છુંઃ નિર્મલા સીતારમણ

463

એનડીએ સરકારે તેમના બીજા કાર્યકાળનું બજેટ આગામી મહિને ૫ જૂલાઈએ રજૂ કરશે. આ અવસરે દેશના નવા નાણા મંત્રી નિર્મલા સીતારામણે ગુરુવારે ટ્‌વીટ કરીને કહ્યું કે, તેઓ ઓનલાઈન મળેલા સલાહ, સૂચનોનું સ્વાગત કરે છે. તેમની ટીમ દરેક સૂચનનું વિશ્લેષણ કરે છે. સીતારામણે ટ્‌વીટમાં કહ્યું કે, પ્રિંટ, ઈલેક્ટ્રોનિક અને સોશયલ મીડિયાના આધારે મળેલા વિદ્ધાનો, અર્થશાસ્ત્રીઓ અને સમર્થકોના વિચારો અને સૂચનો માટે આભાર. હું આમાથી મોટા ભાગના સૂચનો જાતે વાંચુ છું. સાથે જ મારી ટીમ પણ આ સૂચનો પર નજર રાખે છે. તેનું ઘણું મહત્વ છે. બજેટ માટે સલાહ સૂચનો આવતા રહેવા જોઈએ.ગત સરકારમાં નાણા મંત્રી રહી ચુકેલા અરુણ જેટલીના રિટાર્યડમેન્ટની જાહેરાત બાદ એનડીએ-૨માં સીતારામણવે આ જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ તેમને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે. આ પહેલા એનડીએ-૧માં તેમણે રક્ષા મંત્રીનું પદ સંભાળ્યું હતું. સીતારામણે ૩૦મેના રોજ નાણામંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

બુધવારે સરકારે અર્થવ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દાઓ અંગે આઠ કેબિનેટ કમિટિઓની પુનઃરચના કરી છે. જેમાંથી ૬ કેબિનેટ કમિટિઓમાં સીતારામણ પણ સામેલ છે. કેબિનેટ કમિટિ ઓન ઈન્વેસ્ટમેંટ એન્ડ ગ્રોથ, કેબિનેટ કમિટિ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલેપમેન્ટ અને કેબિનેટ ઓન સિક્યોરીટીમાં તેમની ભાગીદારી મહત્વની રહેશે.

Previous articleપશુપાલકો આનંદો, બનાસડેરીએ દૂધના ફેટના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો કર્યો
Next articleપ્રશાંત કિશોર મમતા બેનર્જી માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરશે..?!!