ઘનશ્યામનગર પ્રા. શાળા (તા. / જિ. -ભાવનગર ) માં વિશ્વ પર્યાવરણ દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી .જેમાં મારું ઝાડ મારાં પરિવારનું સભ્ય – અંગ છે. આ સૂત્રના વિચાર સાથે બાળકો એ એક એક વૃક્ષ વાવી તેને ઉછેરવાનો સંકલ્પ કરેલ છે.
પૃથ્વીના સ્વાસ્થ્ય સાથે સમગ્ર જીવસૃષ્ટિનું સ્વાસ્થ્ય જોડાયેલું છે.જેની જાળવણીની જવાબદારી માનવીની છે. એક વૃક્ષ એક ૠષિ સમાન છે. “ધરતી મારી માતા છે.તેની જાળવણી /સાચવણી કરવી – રડતી માતાને તેનાં ખોવાયેલા દીકરા (વૃક્ષ) શોધી તેની ગોદમાં બેસાડી-સ્થિર કરી તેને (માને ) સંતૃપ્ત કરવી એ મારી સંતાન તરીકેની ફરજ છે.” ધરતીમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા પર્યાવરણની જાળવણી કરવાનો બાળકોએ સંકલ્પ કરેલ.
બાળકોને આ અંગેનો નવો વિચાર, નવું ચૈતન્ય અને ઉત્સાહ આપનાર શાળા ના શિક્ષકો વિનોદભાઇ મકવાણા અને ભરતભાઈ ડાભી તથા વિજયભાઇ વકાણીએ માર્ગદર્શન, પ્રેરણા, પ્રોત્સાહન પુરૂં પાડેલ.