ભાવનગર જિલ્લાના શિહોર ખાતે પોલીસ સ્ટેશન માં ૧૮૧ની ટિમ દ્વારા તેમજ અલગ અલગ જગ્યાએ, ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં વળાવડ ખાતે આવેલ પાણીના પંપિંગ સ્ટેશનમાં નોકરી કરતા કર્મચારી, વનસરક્ષણ અધિકારી અને મીડિયા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પર્યાવરણને જાળવી રાખવા વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે જે પ્રદુષણને અટકાવાનું કામ તો કરે જ છે ત્યારે આ જીવ સૃષ્ટિની સાથે સંકળાયેલા દરેક માનવીની મહત્વની ફરજ છે કે વૃક્ષ વાવો અને બીજા દ્વારા વૃક્ષ વાવવામાં મદદરૂપ થાવ આવા અભિગમ સાથે પર્યાવરણને સાચવવું એ આપણી દરેકની ફરજ છે.
દરેક જગ્યાએ દરેક કર્મચારીની મહત્વની ફરજ ના ભાગરૂપે જે કામ માટે સરકારે તમને રાખેલા છે તેની ફરજ પ્રત્યેની જવાબદારી જો નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે તો સો ટકા ભારત પાછો સોનાની ચીડિયા બની શકે છે. આવું જ કામ વનસરક્ષક અધિકાકરી ગઢવીતેમજ તેમની સાથે જોડાયેલા તમામ વનરક્ષક કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને દરેક લોકો દ્વારા વૃક્ષારોપણ થાય એવી હાકલ કરવામાં આવી. જો સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને પર્યાવરણ ને બચાવવા વૃક્ષનું જતન કરીને એક નાના છોડમાંથી વિશાળકાય વૃક્ષ બનાવવાની મહેનત કરતા હોય તો દરેક લોકોએ પોતાની જવાબદારી સમજીને વૃક્ષ વાવવા જોઈએ આ માટે મફત વૃક્ષ પણ આપવામાં આવે છે.