ઘોર કળિયુગ…બહેને સગાં ભાઈ અને ભત્રીજીને ઝેર આપી હત્યા કરી

829

મૂળ પાટણના અને અમદાવાદમાં રહેતાં જીગર પટેલ તથા તેમની ૧૪ માસની દીકરીનું તાજેતરમાં મોત થયું હતું. ત્યારે બંનેની મોતમાં જીગર પટેલની બહેન કિન્નરી પર તેના પિતાને શંકા ગઈ હતી. જેથી તેમણે પાટણ શહેર બી ડિવીઝનમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ દ્વારા ખુલાસો થયો હતો કે, કિન્નરીએ જ પોતાના ભાઈને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ અને ત્યાર બાદ ઝેર આપ્યું હતું. એટલું જ નહિ, તેણે ૧૪ માસની માહીને પણ ઝેર આપ્યું હતું.

તે છેલ્લા ૭ મહિનાથી ભાઈ અને ભત્રીજી માહીને ગ્લુકોઝમાં ધતૂરાનો રસ મિક્સ કરીને આપતી હતી. તેણે જણાવ્યું હતું કે, ‘જીગરભાઇને હું અવારનવાર ધંતુરાનાં ફૂલનાં બીજ પાણીમાં ઉકાળીને ગ્લુકોઝમાં ભેળવીને આપતી હતી. તેથી તે ગાંડા જેવા જ થઇ ગયા હતાં. જ્યારે તેમને ખાટલામાં સુવડાવ્યાં હતા તે દરમિયાન પણ તેમના મોંમાં ઝેરી દવાની કેપ્સુલ મુકી દીધી હતી. ભૂમિ ભાભીને પણ આવું જ પાણી પીવડાવતી હતી. માહી જ્યારે ઘોડિયામાં સૂતી હતી ત્યારે તેના મોઢામાં પણ ઝેરી દવા મુકી દીધી હતી.’

પણ, કિન્નરીએ આ બે હત્યાનો કોઈ રંજ ન હતો. તે તો આખા પરિવારને ખતમ કરવાની ફિરાકમાં હતી. તે પોતાના પપ્પા, બહેન અને બનેવીને પણ મારી નાંખવાનું પ્લાનિંગ કરી રહી હતી. જેના માટે તેણે ત્રણ કેપ્સ્યુલ પણ તૈયાર રાખી હતી.

સામાજિક અસંતોષ અને ઘરની નારાજગીને કારણે કિન્નરીએ ભાઈ અને ભત્રીજીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે કિન્નરીની ધરપકડ કરી તેના સાત દિવસના રિમાન્ડ માગ્યા છે.

Previous articleપાંચ વર્ષનું બાળક રમતાં રમતાં કારમાં ફસાયું, શ્વાસ રૂંધાતા મોત
Next articleકોલગેટ પામોલિવ ઈન્ડિયાએ કીપ ઈન્ડિયા સ્માઈલિંગ ધ્યેય રજૂ કર્યો