જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ફરીવાર ત.ક.મંત્રી પી.પી.જોશીની ચાર મહિનાથી ગેરહાજરીથી ગ્રામસભાનો બહિષ્કાર થતા તાલુકા ભરમા ખળભળાટ મંત્રીને ઘરભેગા કરો, બદલી કરો, જિલ્લા ફેર કરો સહિત માંગ કરાઇ.
જાફરાબાદના હેમાળ ગામે આજે ત.ક.મંત્રી પી.પી.જોસી છેલ્લા ચાર ચાર મહિના ગેરહાજર રહેતા ગામ લોકો ત્રાહીમામ થતા પહેલી ગ્રામસભાનો બહિષ્કાર બાદ ફરીવાર આજે સરપંચ ન મયલુભાઇ ખુમાણને ગામ લોકોએ મંત્રી બાબતે હોબાળાથી આજે પણ ડીડીઓના આદેશ અનુસાર રાખેલ ગ્રામસભાનો કરેલ બહિષ્કારથી તાલુકા ભરમા ખળભળાટ મચી ગયો વધુ વિગત જોઇએ તો હેમાળ ગ્રામ પંચાયત સરપંચ મયલુભાઇ ખુમાણ દ્વાાર ગામના ત.ક. મંત્રી પી.પી.જોશી વારંવાર ગેરહાજર રહેતા ઇન્ચાર્જ તાલુકા વિકાસ કે.પી.વાઢેર દ્વારા જિલ્લા ડિડીઓને ફરિયાદ કરેલ તો પણ હાજર ન થયેલ અને પહેલી ગ્રામસભાનો બહિષ્કાર કરેલ ત્યારપછી ઇન્ચાર્જ ત.ક.રાઠવા સુંદર કામગીરી કરતા હોય પણ હેમાળ જનતા તો દુઃખીની દુઃખી જ રહી જતા આજે ત.ક.મંત્રી પી.પી.જોશી ચાર મહિને ખોટા મેડીકલના રીપીટ રજુ કરેલ અને હેમાળ ગામે આજે ફરીવાર ગ્રામસભાનું આયોજન કરેલ પણ ગામલોકોનો મંત્રી પી.પી.જોશીને કાઢો તેને ઘરભેગા કરો, બદલી કરો, જિલ્લા ફેર કરો તેવો હોબાળો થતા ફરીવાર ગ્રામસભાનો બહિષ્કાર થયેલ. આ બાબતે અમારી ગ્રામ પંચાયત બોડી સહમત છીએ તેવો અમે ડીડીઓને આવેદનના રૂપમાં રજુઆત કરેલ છે.