બળાત્કારના ગુનાના ફરાર આરોપીને વાળુકડ બસ સ્ટેશનથી ઝડપી લેતી LCB

838

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા  ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાાન વડીયા ગામ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જીલ્લાના દાઠા પોલીસ સ્ટેશન ના અપહરણ અને બળાત્કારના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ભોલા બાબુ મકવાણા રહે. આમળા ગામ વાળા વાળુકડ ગામના બસ સ્ટેશન ઉપર ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ જઇ તેને પકડી તનું નામ સરનામું પુછતા મંગળ ઉર્ફે ભોલુ બાબુભાઇ મકવાણા ઉવ. ૨૨ રહે. મુળ ગામ આમળા તા. તળાજા હાલ રહે. સુરનગર રામજી મંદિર પાસે પાલીતાણા જી.ભાવનગર વાળો હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં નાસ્તો ફરતો હોવાની કબુલાત કરતા મજકુર ને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. અને સદર બાબતે દાઠા પલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.

Previous articleપાલીતાણામાં કોળી સમાજ દ્વારા પુસ્તક વિતરણ
Next articleસૌરાષ્ટ્ર વિકાસ પરિષદની બેઠકમાં રેલ્વે સહિત પ્રશ્નોની ચર્ચા કરાઈ