વિશ્વ યોગદિનની ઉજવણી નિમિત્તે બોટાદ કલેકટર દ્વારા બેઠક યોજાઇ

553

બોટાદ જિલ્લામાં યોગ દિનની ઉજવણીમાં લોકો સહભાગી બને તે માટે યોગ દિવસની ઉજવણીના સુચારૂ આયોજન અને અસરકારક અમલીકરણ અર્થે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે બોટાદ જિલ્લામાં પ્રત્યેક વ્યકિત યોગ દિવસની ઉજવણીમાં જોડાય અને તેનું સુચારૂ આયોજન થાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો છે ત્યારે આ દિવસ સમગ્ર રાષ્ટ્રની સાથે બોટાદ જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી થાય તે માટેનું આયોજન જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ સરકારી હાઈસ્કુલ ખાતે યોજાશે. આ ઉપરાંત બોટાદ શહેરની એમ.ડી.શાહ હાઈસ્કુલ, આર.પી.કોરડીયા હાઈસ્કુલ, સ્વામિનારાયણ ગુરૂકુળ અને સાયોના વિદ્યાલય ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થનાર છે.

આ ઉપરાંત જિલ્લાના ચાર તાલુકાના વિવિધ સ્થળોએ તેમજ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં તથા ગ્રામ્ય વિસ્તારના લોકો આ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનશે તેમજ વિવિધ સામાજિક – સ્વૈચ્છિક – ધાર્મિક સંસ્થાઓ પણ આ દિવસની ઉજવણીમાં જોડાશે. આમ, આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા યોગને વૈશ્વિક ફલક ઉપર વધુ સન્માન મળે તે માટે પ્રત્યેક વ્યકિત આ વિશ્વ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બને તે માટેના જિલ્લા પ્રશાસનના પ્રયાસોમાં પ્રત્યેક વ્યકિતને વાહક બની યોગ પ્રત્યે જાગૃતિ કેળવી વિશ્વ યોગ દિવસના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleહિમાલીયા મોલની દુકાનમાં ચાલતા ગેરકાયદે હુક્કાબાર પર પોલીસનો દરોડો – બેની ધરપકડ
Next articleકુંભારવાડામાં પાણીની લાઇનમાં ગટર ભળી જતા રહિશોમાં રોષ