રાજુલા મુખ્યબજારમાં આવેલ શોચાલય બંધ કરતા દેકારો

694

એક તરફ સરકાર શોચાલય પર ભાર મૂકે છે ત્યારે રાજુલામાં શોચાલય બંધ કરી તાળું મારી દેવાતા દેકારો મચી જવા પામ્યો છે

જાણવા મળતી વિગત મુજબ રાજુલા પોલીસ સ્ટેશન પાસે કેસરીનંદન હનુમાનજી મંદિર આવેલું છે તેની ૧૦૦ ફૂટ નજીક નગરપાલિકાની જગ્યામાં શોચાલય આવેલું છે જેમાં ૫૦૦થી ૧૦૦૦ વેપારીઓ શાકમાર્કેટ તેમજ અહીં આવતા કાયમીના હજારો લોકો ખરીદી કરવા આવે છે તેને માટે આશીર્વાદરૂપ હતું પણ અમુક વેપારીઓ બાજુમાં હોવાથી અહીં મંદિર છે તેવા બહાના હેઠળ નગરપાલિકાને રજુઆત કરી અંગત હિત ખાતર આ શોચાલય બંધ કરી દેવાતા રાહદારીઓ વેપારીઓમાં દેકારો મચી જવા પામ્યો હતો અગાવ પણ આવું થતા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ વેપારીઓના હિતમાં આ શોચાલય ચાલુ રાખવી હતી પણ ફરીથી બંધ કરતા ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો

આ બાબતે પાલિકાના પ્રમુખ કાંતાબેન કિશોરભાઈ ધાંખડાએ જણાવ્યું હતું કે અહીં ગંદકી વધારે થાય છે બાજુમાં મંદિર હોવાથી રજુઆત આવતા બંધ કરી છે  આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા ધનરાજભાઈ હરિયાની તેમજ અજીતભાઈ દોશી સહિતનાએ જણાવ્યું હતું કે આ બાબતે વેપારીઓ રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે અને તેની રજુઆત ધારાસભ્યને કરી છે આ બાબતે યોગ્ય નહિ થાય તો વેપારીઓના રાહદારીઓને હિતમાં જે કઈ કરવું પડશે તે કરશું  આ આશીર્વાદરૂપ શોચાલય ચાલુ રાખી દિવસમાં ત્રણ વખત સફાઈ કરવા વેપારીઓમાં માંગ ઉઠી છે

Previous articleસીન્ટેક્ષ કોટન કંપની દ્વારા ૩પ૦૦ વૃક્ષો વાવી પર્યાવરણ દિન ઉજવ્યો
Next articleરાણપુરના ખોખરનેશ ગામની સીમમાંથી ૭ નીલગાય મૃત હાલતમાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ