ભારે બહુમતિ સાથે બીજી વખત સત્તા પર આવેલી મોદી સરકારનુ પહેલુ બજેટ પાંચ જુલાઈએ રજુ થશે.
જોકે આ વખતે નાણામંત્રી નિર્મલા સિતારમન છે અને તેઓ આ બજેટ રજૂ કરશે ત્યારે તેઓ અર્થતંત્ર સામે ઉભા થયેલા પડકારોના સંદર્ભમાં બજેટમાં કયા પ્રકારની જોગવાઈઓ કરે છે તે જોવાનુ રહેશે.
બજેટથી બધાને આશા છે. ૨૦૧૮-૧૯ના ચોથા ક્વાર્ટરમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઓછો ગ્રોથ રેટ નોંધાયો છે. આજથી એક વર્ષ પહેલા ગ્રોથ રેટ ૭.૨ ટકા હતો. જ્યારે સમગ્ર નાણાકીય વર્ષનો ગ્રોથ રેટ ૬.૮ ટકા રહેવાની ધારણા છે.
બજેટ પહેલા નાણા મંત્રી ૧૧ થી ૨૩ જૂન વચ્ચે અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગોના સંગઠનો અને ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરશે. જ્યારે ૨૦ જૂને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં તમામ રાજયોના નાણામંત્રીઓ પાસે સૂચનો મંગાવાશે.