બિહાર ખતરનાક રોગના ભરડામાં સપડાયું છે. રાજ્યમાં ઇન્સેફલાઇટિસના કારણે અત્યારસુધીમાં ૧૭ બાળકો મોતને ભેટ્યા છે જ્યારે રવિવારે વધુ ૧૩ બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે મુઝ્ઝફરપુરની શ્રી ક્રિષ્ના મેમોરિયલ કોલેજ હૉસ્પિટલમાં ૨૧ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે ૧૪ બાળકોને શહેરની કેજરીવાલ હોસ્પિટલમાં દાખલવ કરવામાં આવ્યા હતા.બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ)ના કારણે ૧૭ બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે. સુનિલ શાહી, અધીક્ષક એસકેએમસીએચ, મુઝફ્ફરપુરે જણાવ્યું કે, કુલ ૩૮ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૧૪ના મોત થયા છે, અને બાકી બાળકોને હજુ ભારે તાવ છે.
ગત એક અઠવાડીયાની અંદર સંદિગ્ધ એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ) અને જાપાની ઈન્સેફેલાઈટિસ (જેઈ) નામની બીમારીથી ૧૨ બાળકોના મોત થઈ ચુક્યા છે. મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલ (એસકેએમસીએચ)માં શુક્રવારે સંદિગ્ધ એઈએસથી પીડિત ૨૧ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં ૧૪ દર્દી પહોંચ્યા હતા.
મુઝફ્ફરપુરના સિવિલ સર્જન એસપી સિંહે શનિવારે જણાવ્યું કે, બાળકોના મોત પાછળનું કારણ જાણવાની કોશિસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના બાળકો હાઈપોગ્લાઈસીમિયા એટલે કે, અચાનક શુગરની અછતની પુષ્ટી થઈ રહી છે. તેમણે પણ માન્યું કે, કેટલાએ બાળકોને ખુબ વધારે તાવમાં લાવવામાં આવી રહ્યા છે. તેમણે તેને ચમકી અને ભારે તાવ જણાવ્યો.
નેપાળના તરાઈમાં આવનારા ઉત્તર બિહાર મુઝફ્ફરપુર, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, શિવહર, સીતામઢી અને વૈશાલીમાં બીમારીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ વખતે એસકેએમસીએચમાં જે દર્દીઓ આવી રહ્યા છે, તે મુઝફ્ફરપૂર અને તેની આસપાસના વિસ્તારના છે.