બરવાળા તાબાના પોલારપુર ગામ પાસે એસ.ટી.બસ રોડ ઉપરથી ગુલાંટ મારી ખાળીયામાં ઉતરી જતા ૧૨ જેટલા મુસાફરોને ઇજાઓ પહોચતા ઇમરજન્સી ૧૦૮ મારફત સારવાર અર્થે ધંધુકાની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે બરવાળા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર ધંધુકા- બરવાળા હાઈવે ઉપર આવેલ પોલરપુર ગામના રેલ્વે ફાટક પાસે ગત રાત્રીના ૨ઃ૩૦ વાગ્યાના સુમારે નડીયાદ ડેપોની દાહોદ-ઉના રૂટની એસ.ટી.બસ નં.જી.જે.૧૮.ઝેડ.૩૭૩૮ ના ચાલકે સ્ટિયરીંગ ઉપર કાબુ ગુમાવતા એસ.ટી.બસ રોડ ઉપરથી ઉતરી ખાળીયામાં ખાબકતા બસમાં મુસાફરી કરી રહેલા ૧૨ જેટલાં મુસાફરોને ઇજાઓ પહોચતા ધંધુકા ઇમરજન્સી ૧૦૮ ના ઇ.એમ.ટી.હર્ષદભાઈ મુલાણી પાયલોટ વનરાજસિંહ વાળા દ્વારા સારવાર અર્થે આર.એમ.એસ.હોસ્પીટલ ધંધુકા ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ બરવાળા પોલિસને થતા આર.કે.પ્રજાપતિ,પ્રભાતસિંહ ગોહિલ, રાજુભાઈ વિદાણી સહિતનો પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જિતેન્દ્રસિંહ ઉડેસિંહ રાજ એસ.ટી.બસના કંડકટર દ્વારા એસ.ટી.બસના ડ્રાઈવર જીતેન્દ્ર કનુભાઈ સોઢાપરમાર રહે.ચીડિયા પરા, મુ.તા.નડીયાદ,જી.ખેડા વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ કિરણસિંહ દાયમા બરવાળા પો.સ્ટે.ચલાવી રહ્યા છે.