ભાવનગરમાં ડા.નયનકુમાર જોશી દ્વારા અત્યાધુનિક વેટરનરી ક્લિનિકની આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડા.નયનકુમાર જોશી જેઓએ ગુજરાતની પ્રથમ નંબરની યુનિવર્સિટી આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાંથી ડિસ્ટીંક્શન સાથે માસ્ટર્સ ઇન વેટરનરી સાયન્સ કરેલ છે. ડા.નયનકુમાર પીડીલાઇટ સંચાલિત ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશનમાં વેટરનરી એન્ડ એક્સટેન્શન ઓફિસર તરીકે છેલ્લા ૩ વર્ષથી ફરજ બજાવતા હતા. આ ઉપરાંત તેઓ ગવર્મેન્ટ વેટરનરી ઓફિસર તરીકેનો અને તમામ પ્રકારનાં પશુઓની સારવારનો અનુભવ ધરાવે છે.
રવિવારે સવારે ૧૦ કલાકે તેઓએ પોતાના દાદા રામજીદાદાના વરદ હસ્તે પિતા એચ.આર.જોશી અને કાકા મહેન્દ્રભાઇ પનોત તથા વડીલ શુભેચ્છક ડા.એન.સી.પંડ્યા અને અજયભાઇ શુક્લ તથા સગાસ્નેહીઓ, મિત્રવર્તુળની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં લીલા સર્કલ પાસે આલેખ કોમ્પલેક્ષમાં શ્યામ વેટરનરી ક્લીનીકનું ુદ્દઘાટન કરેલ છે. આ પ્રસંગે મિત્રો, આમંત્રીતો, શુભેચ્છકો ઉપસ્થિત રહીને ડા.નયનકુમારને શુભેચ્છા પાઠવી હતી.