અમીરગઢઃ ભેદલા ગામના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા બનાવીને રહેતા પરિવારના ઝૂંપડામાં આગ લાગી હતી. રસોઈ બનાવતી વખતે અગમ્ય કારણોસર લાગેલી આગમાં બે બાળકો ભડથું થઈ ગયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે દાઝી હતી. આગના બનાવ બાદ આખું ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું હતું. ગામના ઝૂંપડામાં આગ લાગ્યાના બનાવની જાણ થતાં જ અમીરગઢી મામલતદાર, ડીડીઓ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યાં તપાસ હાથ ધરી હતી. બનાવ ગઈકાલે સાંજે બન્યો હતો.