ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ભાવનગર મા છેલ્લા ૪ દિવસ થી પાણી નો પ્રશ્ન ચાલી રહીયો છે આ સંસ્થા ભાવનગર ના વિધા નગર મા આવેલી છે જ્યાં ૪ દિવસ થી પરબ મા એક પણ ટીપું પાણી નથી આવતું અને વિધાર્થીઓ ને આ અસહ્ય ગરમી નો સામનો પાણી વગર કરવો પડે છે અને ઘણી બધી મુશ્કેલી નો સામનો કરવો પડે છે, આ સંસ્થા અલગ અલગ ૩ પાળી મા વિધાર્થીઓ ભણવા માટે આવે છે, જ્યારે લગભગ ૨૦૦૦ જેવાં તાલિમર્થીઆવે છે તો તેમણે પીવા માટે આ ગરમી મા છેલ્લા ૪ દિવસ થી કોઈ પાણી ની વ્યવસ્થા કરવા મા આવી નથી. આ કપરા ઉનાળાના સમય માં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ ઉઠી છે.