બોટાદ ખાણખનીજ, પોલીસના સંયુક્ત દરોડામાં રાણપુર ભાદર નદીમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

973

બોટાદ જિલ્લાના રાણપુરની ભાદર અને ગોમા નદીમાંથી ચાલતો રેતી ચોરીનો વર્ષોથી તંત્રની રહેમનજર નીચે કાળો કારોબાર ને આજરોજ બોટાદ ખાણખનીજ અને બોટાદ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી પકડી પાડી રૂપિયા ૭૦ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્‌યો હતો.

બનાવની મળતી માહીતી મુજબ રાણપુર ગામમાંથી પસાર થતી ભાદર નદી બસ અને રેલ્વેના પુલ વચ્ચેથી

બેફામ રેતી ચોરી થતી હોવાથી બાતમી તથા રજુઆતથી તારીખ-૧૦.૬.૨૦૧૯ ના રોજ મોડી રાત્રે ૨ વાગ્યે ખાણખનીજ અધિકારી બી.એમ.જાલોંધરા અને બોટાદ ડી.વાય.એસ.પી.ચેતન મુંધવા દ્વારા સંયુક્ત તપાસ કરતા રાણપુર ગામમાંથી પસાર થતી ભાદર નદીમાં લોડર મશીન દ્વારા ખાણકામ કરી ટ્રેક્ટરો મારફતે રાણપુરના પુલ નીચે સ્ટોક કરી ટ્રકો મારફતે ગેરકાયદેસર વહન કરતા હોવાનું તપાસમાં બહાર આવેલ સદર લોડર મશીનના માલીક ભીમભાઈ મોહનભાઈ બોળીયા રહે.બોટાદ ૧ ડમ્પર જેના ડ્રાઈવરનું નામ ભીમુભાઈ ચંદુભાઈ ચૌહાણ તેમજ સદર ટ્રકના માલિક ભરતભાઈ તથા ભાગીદાર વિજયભાઈ રહે.બોટાદ ટ્રેક્ટર વિનુભાઈ ગોરધનભાઈ રૂદાતલા રહે.રાણપુર જેના માલીક ભીમભાઇ બોળીયા રહે.બોટાદ ટ્રેક્ટરના ડ્રાઈવર ધનજીભાઇ ભોજાભાઈ પરમાર રહે.બોટાદ માલિક પોતે મુકેશભાઈ પ્રભુભાઈ ભરવાડ રહે.રાણપુર જેના માલિક જલરભાઈ સોંડાભાઈ ભુવા રહે.બરવાળા, ટ્રેક્ટરના ડ્રાઈવર દીપકભાઈ દીનેશભાઈ મકવાણા માલીક પોત ટ્રેક્ટરના ડ્રાઈવર ભોજાભાઈ ભાણજીભાઈ સોલંકી જેના માલિક ધનજીભાઈ ભોજાભાઈ પરમાર છે.તેમજ અન્ય ત્રણ ટ્રેક્ટરો અને ૧ લોડર મશીન ભીમજીભાઈ મોહનભાઈ બોળીયાએ આવી અને ભગાડી ગયેલ જે આ તમામ વાહનો દ્વારાગેરકાયદેસર સાદી રેતી ખનન કરી વહન કરતા પકડાયેલ હતા.આમ કુળ મળી ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ તેમજ કેટલાક પ્રમાણમાં સાદી રેતી  ખનીજનું ખોદકામ કરી સગેવગે કર્યાની માપણી હાથ ધરી કાયદેસરની ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન વહન અને સંગ્રહ નિવારણ નિયમો ૨૦૧૭ તેમજ એમએમડીઆર-એસી્‌ ૧૯૫૭ ના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.વધુમાં ભાગી ગયેલ ૧ લોડર તેમજ ટ્રેક્ટરના માલિક તેમજ ડ્રાઈવરો અને ભગાડી જવામાં મદદગારી કરનાર વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી અટકાયતી પગલા ભરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે.કે રાણપુર ભાદર નદીમાંથી રોજના ૬૦૦ થી ૭૦૦ ટ્રેક્ટર રેતીચોરી થાય છે.અને છેક ગોહીલવાડ સુધી આ રેતી વેચાતી હોવાનુ જાણવા મળેલ છે.

Previous articleવેકેશન પૂર્ણ, શાળાઓ ખુલી
Next articleપાણી પ્રશ્ને મળેલી મ્યુ. રેક્વીઝેશનમાં વિપક્ષોની બઘડાટી