ગાંધીનગર મહાનગર પાલિકાનું વર્ષ ર૦૧૮-૧૯ માટેનું ડ્રાફટ અંદાજપત્ર તથા ર૦૧૭-૧૮ નું રિવાઈઝ અંદાજપત્ર મ્યુનિસીપલ કમિશનર ડી. એન. મોદીએ આજે રજુ કર્યું હતું. વર્ષ ર૦૧૮-૧૯ ના ડ્રાફટ બજેટનો કુલ ખર્ચ રૂા. ર૮ર.૦૩ કરોડનુ રાખવામાં આવ્યુ છે. જે ૬૪.૪૩ કરોડ રૂપિયા પુરાંતવાળું રજુ કરાયું હતું. મહાનગર પાલિકાના આ સાતમાં અંદાજપત્રમાં રેવન્યુ આવક તરીકે ૯૯.૮૪ કરોડ રેવન્યુ ખર્ચ પેટે ૭૭.પ૩ કરોડ, કેપીટલ આવક ૬૬.પ૧ કરોડ તથા કેપીટલ ખર્ચ ર૦૪.પ૦ કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે. આ બજેટમાં વર્ષ ર૦૧૭-૧૮ નું રિવાઈઝ અંદાજની રકમ રૂ. રપપ.૩૮ કરોડ અંદાજવામાં આવી છે. જે ગયા વર્ષના મંજૂર થયેલા અંદાજપત્રની કુલ રકમ ર૭પ કરોડ હતી.
રેવન્યુ આવકમાં જોઈએ તો વર્ષ ર૦૧૮-૧૯ માં રૂ. રપ.પ૦ કરોડ મિલકત વેરાના વસુલાત થવાની સંભાવના તેમજ ૭.પ૦ કરોડ વ્યવસાય વેરામાંથી અંદાજવામાં આવી છે. આ ઉપરાંત વ્હીકલ ટેક્ષ જે આ વખતે નવી પ્રપોજલ તરીકે નાખવાનું સુચન કરવામાં આવ્યું છે. જેમાંથી અંદાજીત આવક રૂ. ર કરોડ થવાનું મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ચાર્જ પણ નવો નાખીને તેમાંથી પણ રૂ. ર કરોડ જેટલી આવકનો અંદાજ મળીને રેવન્યુ આવક રૂ. ૯૯.૮૪ કરોડ થવાની સંભાવના દર્શાવેલ છે.
તેવી જ રીતે રેવન્યુ ખર્ચમાં જોઈએ તો ચાલુ વર્ષે શહેરમાં રોડની સફાઈ, ડોર ટુ ડોર કચરો ઉપાડવો જેવા સફાઈના કામોમાં અંદાજિત રૂ. ર૦ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. આ ઉપરાંત મહેકમ નિભાવણી તથા અન્ય ખર્ચને ધ્યાને લેતા કુલ રેવન્યુ ખર્ચ ૭૭.પ૩ લાખ અંદાજવામાં આવ્યો છે. વર્ષ ર૦૧૮-૧૯ માં કેપીટલ આવક ૬૬.પ૧ કરોડ થશે તેવું અંદાજાયું છે. આ ઉપરાંત ગાંધીનગર શહેરમાં શહેરીજનોની સલામતી અને સુખાકારીને ધ્યાને રાખીને શહેરના મુખ્ય માર્ગો પર ઓર્નામેન્ટલ ગ્રીલ લગાડવાનો ખર્ચ રૂ. પ કરોડ અંદાજવામાં આવ્યો છે.
આ ઉપરાંત શહેરી અને પછાત વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેવી કે પાણી અને ગટર વ્યવસ્થા સારી રીતે કરી શકાય તે માટે ગયા વર્ષના ર કરોડથી વધારીને ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરની પેરીફેરી વિસ્તારમાં આવેલા ગામડાઓના વિકાસ માટે પણ ગયા વખતના રૂ. ર કરોડમાં વધારો કરીને રૂ. ૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસના નવીન કામો તેમજ નાગરિક સુવિધા, સગવડ માટે ર૦૪.પ૦ કરોડની જોગવાઈ જેમાં પ૩ કરોડ નવા કામોની દરખાસ્ત જે સરકાર દ્વારા મંજુર કરેલ છે તે માટે અંદાજવામાં આવ્યા છે.
આ ઉપરાંત રહેણાંક મિકલતો ઉપર સ્વચ્છ રાખવા માટેનો ખર્ચ અત્યાર સુધી સરખો વાર્ષિક રૂપે રૂ. ૧૮૩ પ્રતિ વર્ષ જયારે રહેણાંક સિવાયની મિલકત ઉપર રૂ. ૧૦૮૦ પ્રતિવર્ષ લેવામાં આવે છે. જેમાં આ બજેટમાં વધારા સુચવવામાં આવ્યા છે. અને આ વધારાના સુચનથી ૯પ લાખની વધારાની આવક થશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. ડોર ટુ ડોર કલેકશન ચાર્જ વસુલવાનું નકકી કરવામાં આવ્યું છે. જેમાંથી વધારાની રૂ. બે કરોડની આવક થશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરમાં નવા રજીસ્ટ્રેશન થતાં વ્હીકલો ઉપર વ્હીકલ ટેક્ષની જોગવાઈ સુચવવામાં આવી છે. આ દરખાસ્તથી વધુ રૂ. ર કરોડની આવક થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.