ઇસરોએ પોતાના મહત્વકાંક્ષી ચંદ્રયાન-૨ મિશનના ટેસ્ટિંગના અંતિમ રાઉન્ડ શરૂ કરી દીધા છે. તમિળનાડુના મહેન્દ્રગિરી અને બેંગ્લોરના બ્યાલાલુમાં અંતિમ ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ઇસરોની તૈયારી નવમી જુલાઈથી લોંચ શરૂ કરવાની છે. ઇસરોના વર્તમાન કાર્યક્રમ મુજબ સ્પેશક્રાફ્ટ ૧૯મી જૂનના દિવસે બેંગ્લોરથી રવાના થશે અને ૨૦ અથવા ૨૧મી જુલાઈ સુધી શ્રીહરિકોટના લોંચ પેડ ખાતે પહોંચશે. થ્રીડી મેપિંગથી લઇને વોટર મોલિક્યુલસ સુધી અને મિનરલના તપાસથી લઇને અને તમામ બાબતોમાં ચાકસણી કરવામાં આવશે જ્યાં હજુ સુધી કોઇ પહોંચ્યું નથી ત્યાં ઇસરો પહોંચશે. ઇસરો દ્વારા ચંદ્ર પર જવા માટેની મોટી તૈયારી કરી લીધી છે. ઇસરોના આ મહત્વકાંક્ષી મિશનના અનેક પડકારો પણ છે. વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના કહેવા મુજબ જમીનથી ચંદ્રનું અંતર ૩૮૪૪ કિલોમીટરનું છે. ચંદ્રની ગ્રેવેટીથી કેટલીક ચીજો પ્રભાવિત છે. ચંદ્ર પર અન્ય ખગોળ સંસ્થાઓની ઉપસ્થિતિ અને સોલર રેડિએશનની અસર પણ જોવા મળનાર છે. કોમ્યુનિકેશનમાં વિલંબ પણ એક મોટી સમસ્યા તરીકે છે. કોઇપણ સંદેશ મોકલવા પર તેના પહોંચવામાં મિનિટોનો સમય લાગશે. સિગ્નલો નબળા હોઈ શકે છે. ભારતના આ મહત્વકાંક્ષી મિશનને લઇને સમગ્ર દુનિયાની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આ મિશન ઉપર જોરદાર કામ ચાલી રહ્યું છે અને આને સફળરીતે પાર પાડવા માટે પણ વૈજ્ઞાનિકો સંપૂર્ણપણે સજ્જ છે. નાની નાની ચીજોમાં અભ્યાસની કામગીરી ચાલી રહી છે. ચંદ્ર પર લેન્ડિંગને લઇને સાત જેટલા પડકારો રહેલા છે. જેના ભાગરુપે કેટલીક બાબતોમાં ચકાસણી કરવામાં આવશે. ઇસરો દ્વારા ચંદ્રયાન-૨ના ટેસ્ટિંગના અંતિમ તબક્કાની શરૂઆત થઇ ચુકી છે. આવનાર દિવસોમાં આનાથી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકાશે.