સરકારી શાળામાં અભ્યાસ કરતી છોકરીઓને પ્રોત્સાહન કરવાના ઉદ્દેશ્યથી આપણું ફાઉન્ડેશન દ્વારા રવિવારે ચેરીટી થોનનું આયોજન કરાયુ હતું.
ઘ ૪ સ્વર્ણિમ પાર્ક ખાતેથી ચેરીટી-થોન, વોક એન્ડ રન-લેટ્સ એજ્યુકેશન ગર્લ્સ તથા એમ્પાવર ધી નેશનનો કાર્યક્રમને ડેપ્યુટી મેયરે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યુ હતું. દોડ ઘ ૪થી પ્રારંભ થઇને મહાત્મા મંદિરથી વિધાનસભા રોડ થઇને ઘ ૪ સુધી પહોંચી હતી. આ દોડમાં ૩૦૦થી વધારે સરકારી શાળામાં નિયમિત પણે આવતી વિદ્યાર્થિની ટ્રેક શૂટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં.
ચેરીટી-થોન, વોક એન્ડ રન-લેટ્સ એજ્યુકેન ગર્લ્સ તથા એમ્પાવર ધી નેશન કાર્યક્રમમાં ફક્ત મહિલાઓ અને છોકરીઓ ભાગ લીધો હતો.
દોડમાં ગાંધીનગરની ૨ હજારથી વધારે છોકરીઓ અને મહિલાઓ દોડી હતી. તેમાં ૩૨ સરકારી પ્રાથમિક શાળા અને અન્ય શહેરની મહિલાઓ દોડમાં દોડી હતી. તેમજ સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અને ગાંધીનગર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત ૩૨ પ્રાથમિક શાળાની છોકરીઓને ગ ૪થી ઘ ૪ રોડ પર સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી હતી. મહાનગર પાલિકાના કોર્પેોરેટ, અગ્રણીઓ અને વસાહતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.