રાજયની કુટિર અને ગ્રામર્ધોગ વિભાગ હેઠળ કામગીરી કરતાં ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા સરકારની નવી યોજના અન્વયે વંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરોને સ્કીલ અપગ્રેડેશન, આધુનિક સાધનો પુરા પાડવા, ખ્યાતનામ સંસ્થાઓ સાથે સમન્વય દ્વારા રોજગારીમાં વધારો કરવાની નવી યોજના અન્વયે વણાટકામના ૨૫ કારીગરો ને નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ફેસન ટેકનોલોજ (દ્ગૈંહ્લ્) ગાંધીનગર દ્વારા તાલીમ આપવામાં આવેલ છે. આ વણાટકામની તાલીમ અંગેનું ૨૫ કારીગરોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં આ પ્રસંગે એ.કે.રાકેશ અગ્રસચિવ અને કમિશ્નર, કુટિર અને ગ્રામર્ધોગ, પી.જી.પટેલ, કાર્યવાહક નિયામકશ્રી, ઇન્ડેક્ષ્ટ-સી તેમજ અરિદમ દાસ, નિયામક, નેશનલ ઇન્સટીટયુટ ઓફ ફેસન ટેકનોલજી (દ્ગૈંહ્લ્) ગાંધીનગર તેમજ કુટિર અને ગ્રામર્ધોગ તેમજ ર્બોડ/કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતાં
ગુજરાત રાજયના તમામ વંશપરંપરાગત કારીગરો, કુશળ કારીગરો, ઇન્ડેક્ષ્ટ-સી, ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા, ગુજરાત રાજય ખાદી ગ્રામર્ધોગ બોર્ડ, ગ્રીમકો તથા અન્ય વિભાગો સાથે સંકળાયેલ અંદાજીત ૩૦૦૦ જેટલા કારીગરોનું સ્કીલ અપગ્રેડેશન, આધુનિક સાધનો પુરા પાડવા, ખ્યાતનામ સંસ્થાઓ તથા ઉત્પાદન એકમો સાથે સમન્વય દ્વારા કુશળતામાં વધારો કરી રોજગારીમાં વધારો કરવાની આ યોજના ખુબજ ઉપયોગી છે.