માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા

556

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની તા. ૦૭-૦૬-ર૦૧૯ના રોજ મળેલી સામાન્ય સભામાં  દિનેશ ચૌહાણની પ્રમુખ તરીકે અને  કે. સી. કણઝરીયાની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ર૦૧૯-૨૦ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સર્વ એન. પી. કક્કડ,  દેવાંગ મેવાડા,  અજય શાહ,  જી. એસ. ઠાકોર અને  પી. પી. સોરઠીયા અને સહમંત્રી તરીકે પ્રવિણ આર. બારોટ, ખજાનચી તરીકે  જે. એલ. ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે સર્વ  પી. એચ. ચૌધરી (વડી કચેરી),  બી. ટી. ઠુમર (સૌરાષ્ટ્ર ઝોન),  એસ. બી. સુખડીયા (મધ્ય ઝોન),  અક્ષય દેસાઇ (દક્ષિણ ઝોન) અને  સુરેશ રાવળ (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.

કારોબારી સભ્યોમાં સર્વ પ્રવિણ પટેલ,  જગદીશ સત્ય દેવ,  સંજયસિંહ ચાવડા,  એન. એલ. દલવાડી,  પરિમલ પટેલ,  કિરીટ બેન્કર,  સંજય રાજ્યગુરૂ,  સંજય પટેલ (ભરૂચ),  મહેશ પટેલ (વલસાડ),  રાજેન્દ્રસિંહ જાડેજા,  જયંતિ પ્રજાપતિ,  આર. એ. ડેલા (રાજકોટ), ર્ડા. ઉર્વીબેન રાવલ અને મતી ફોરમબેન રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Previous articleઉત્તર ગુજરાતના ડેમો તળીયે : પાણીની વિકટ પરિસ્થિતિ
Next articleસેક્ટર-૭ની પ્રાથમિક શાળામાં ફાયર સેફ્‌ટી તો નથી, મકાન પણ જર્જરિત