બોટાદ જિલ્લાના રાણપુરમાં છેલ્લા કેટયાક સમય પહેલા કરોડોના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ભુગર્ભ ગટર બનાવવામાં આવી હતી.ભુગર્ભ ગટર પીવાના પાણીની લાઈન માં ભળતી હોય જેના લીધે રાણપુરના મોટા ભાગના વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતુ તેવી વ્યાપક ફરીયાદ હતી.આ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા ગટરના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નોતી ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી દ્વારા જેટીંગ મશીનની ફાળવણી માટે સરકાર ને અવાર-નવાર રજુઆતો કરવામાં આવી હતી.આ રજુઆતને ધ્યાને લઈ બોટાદ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા રાષ્ટ્રીય પર્વ ૨૬ જાન્યુઆરી મહાપર્વ ૨૦૧૯ની ગ્રાન્ટ માંથી રાણપુર ગ્રામ પંચાયતને જેટીંગ મશીન ફાળવવામાં આવ્યુ છે.જ્યારે આ જેટીંગ મશીન ફાળવણી બાબતે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અબ્બાસભાઈ ખલાણી એ જણાવ્યુ હતુ કે છેલ્લા ઘણા સમયથી અમારી માંગણી હતી કે રાણપુરને જેટીંગ મશીનની ફાળવણી કરવામાં આવે આજે બોટાદ જીલ્લા કલેક્ટર દ્વારા રાણપુરને જેટીંગ મશીન ફાળવાતા હવે રાણપુરમાં ભુગર્ભ ગટરના પાણીનો નિકાલ ઝડપથી કરવામાં આવશે.