વર્લ્ડ કપ : ભારત- ન્યુઝીલેન્ડની વચ્ચે મેચને લઇને ભારે રોમાંચ

509

નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થનાર છે. જો વરસાદ વિલન નહીં બને તો ચાહકોને એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોએ પોત પોતાની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારતે પોતાની મેચો જીતીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. નોટિગ્હામમાં રમાનારી મેચમાં ભારત તરફથી શિખર ધવન રમનાર નથી. તે ઇજાગ્રસ્ત થયો છે. જેથી તેની જગ્યાએ આવતીકાલની મેચમાં ઓપનિંગ કોણ કરશે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે.  વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ ભારતે નવમી જુનના દિવસે ઓવલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી હતી.  બંને ટીમો ટક્કરની ટીમ હોવાથી મેચ જોરદાર રહેનાર છે. ભારતીય ટીમ તરફથી પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી શાનદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી દીધી છે. ધોનીએ પણ શાનદાર બેટિંગ કરી છે.  વિરાટ કોહલી પણ ફોર્મમાં આવી ચુક્યો છે.   બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. આ મેચને લઇને જોરદાર ઉત્સાહ ભારતમાં પ્રવર્તી રહ્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ચાહકો મેચ જોવા માટે મેદાનમાં પણ રહે તેવી શક્યતા છે. બંને ટીમો જીતની બાજી લગાવી દેવા માટે તૈયાર દેખાઇ રહી છે. ભારતીય ટીમની પણ આવતીકાલે કસોટી થનાર છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી સાત મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. એ વખતે ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન કોહલી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની કસોટી થનાર છે. ન્યુઝીલેન્ડની પાસે પણ ધરખમ ખેલાડી છે. જેમાં માર્ટિન ગુપ્ટિલ, મુનરો, રોસ ટેલરનો સમાવેશ થાય છે. મેચમાં જો વરસાદ વિલન નહીં બને તો ક્રિકેટ ચાહકોને રોમાંચક મેચ  જોવા મળશે. જો કે છેલ્લા ત્રણ દિવસથી વરસાદના કારણે તમામ મેચો બગડી ગઇ છે. મેચોને રદ કરવાની ફરજ પડી રહી છે. આયોજકો પણ વર્લ્ડ કપમાં એકાએક ફેલાયેલી નિરાશાને લઇને હેરાન છે. ચિંતિત પણ છે. મેચનુ પ્રસારણ આવતીકાલે ઓવલથી ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ભારતમાં મેચને લઇને વધારે રોમાંચની સ્થિતી પ્રવર્તી રહી છે. બંને ટીમો નીચે મુજબ છે.

ન્યુઝીલેન્ડ : વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુપ્ટિલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી,

ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

Previous articleઇશા ગુપ્તા પાસે હાલમાં બે ફિલ્મો છે
Next articleકોહલી સૌથી વધુ કમાણી કરનારો ભારતીય ખેલાડી