ભારે પવનનાં કારણે ભાવનગરના દેવુબાગ રોડ, કુમારશાળા નજીક આવેલ આંબલીનું ઝાડ તૂટી પડતાં ગેરેજ અને પાનની કેબીન તથા ત્રણ સ્કુટર અને એક બાઇક ઝાડ હેઠળ દબાયા, જીતેન્દ્રભાઇ વિઠ્ઠલાણી નામના વ્યક્તિને ઇજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પીટલમાં ખસેડાયા. ઇબ્રાહીમભાઇ કુરેશી અને ઇરફાનભાઇ નામના વ્યક્તિનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડ વિભાગની ટીમે બનાવ સ્થલે દોડી જઇ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.