વાવાઝોડામાં ભાવનગરના જાન-માલની સુરક્ષા અંગે જુમ્મા મસ્જિદે સામુહિક દૂવા

741

વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સરકારી તંત્ર એલર્ટ થયંં છે. આ વાવાઝોડા દરમ્યાન કોઇપણને કાંઇપણ  જાની કે માલી નુકશાન થવાનું નથી થાય અલ્લાહ ત્‌આલા ની તમામની હિફાઝત ફરમાવે તે માટે આજે તા.૧૨ને બુધવારે સાંજે ૫-૩૦ કલાકે અસરની નમાઝ બાદ ભાવનગર શહેરના આંબાચોક જુમ્મા મસ્જીદ પાસે મસ્જીદના પૈશ ઇમામ હઝરત સૈયદ શબ્બીરબાપુએ તમામની હિફાઝત માટે ખાસ સામુહિક દુવાઓ કરી હતી. આ કાર્યક્રમમાં જુમ્મા મસ્જીદ કમીટીના અગ્રણીય બાબુલભાઇ સાકરવાળા, કાળુભાઇ બેલીમ, સત્તારભાઇ ચુગડા, સોહિલભાઇ સીદી, સહિતનાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Previous articleદેવુબાગમાં વૃક્ષ ધરાશાયી : વાહનો દબાયા
Next articleવાવાઝોડાનાં પગલે રાણપુરમાં સો લોકોનું સ્થળાંતર