વાયુની તબાહી : વેરાવળમાં થાંભલા પડ્‌યા, છાપરાં ઉડ્‌યા

1044

ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર થવા લાગી છે. આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવા લાગ્યો છે. ત્યારે ભારે પવનના કારણે તબાહી થવાની શરૂ થઇ ગઇ છે. વાયુ વાવાઝોડું વેરાવળ અને દ્વારકા વચ્ચેથી પસાર થવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે ત્યારે વેરાવળમાં પણ ભારે પવનથી તબાહી શરૂ થઇ છે. વેરાવળના કેટલાક વિસ્તારોમાં ભારે પવનના કારણે વીજળીના થાંભલા અને ઘરોના છાપરા ઉડી ગયા હતા. વેરાવળના કેટલાક વિસ્તારોમાં નુકસાન થવા પામ્યું છે. વાયુ આવ્યા પહેલાની આવી સ્થિતિ છે તો વાયુ આવશે ત્યારે વેરાવળમાં કેવી પરિસ્થિતિ હશે તે કલ્પના ન કરી શકાય. જુનાગઢમાં પણ વાયુની અસર વર્તાઇ હતી. જેના પગલે ભીમ કાય વૃક્ષ પણ ધરાશાયી થયું હતું.

Previous articleભાવનગરમાં ‘વાયુ’ વાવાઝોડાનાં પગલે તંત્ર એલર્ટ : તસવીરી ઝલક
Next articleરણવીર સાથે કામ કરવા માટે દિપિકાએ ૧૪ કરોડ લીધા છે